પાકિસ્તાની વાયરલ ગર્લ આયશાના ‘Mera Dil Yeh Pukare Aaja’ ગીતના ડાન્સ સ્ટેપને માધુરી દીક્ષિતે કોપી કરીને સાડીમાં સુંદર ડાન્સ કર્યો છે.
માધુરી દીક્ષિતે એક વીડિયો શેર કર્યો
- Advertisement -
સોશિયલ મીડિયાના આ સમયમાં ક્યારે શું વાયરલ થાય તે કશુ કહી શકાતુ નથી. થોડા દિવસો પહેલા પાકિસ્તાની યુવતીનુ ‘Mera Dil Yeh Pukare Aaja’ ગીત પર ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ડાન્સ એટલો લોકપ્રિય થયો છે કે ઘણી સેલિબ્રિટીઓ પણ તેને રિક્રિએટ કરી ચૂક્યા છે. હવે બોલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતે પણ આ ગીત પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં માધુરી દીક્ષિત મેરા દિલ યે પુકારે આજા ગીતના રીમિક્સ વર્ઝન પર આમ જ સ્ટેપ્સ ફૉલો કરી રહી છે, જેવા પાકિસ્તાની યુવતી આયશાએ કર્યા હતા.
માધુરીએ વ્હાઈટ કલરની સાડીમાં લગાવ્યાં ઠુમકા
- Advertisement -
માધુરી દીક્ષિતે વીડિયો શેર કરીને લખ્યું, મેરા દિલ યહ પુકારે આજા. વીડિયોમાં માધુરી ઑફ વ્હાઈટ કલરની સુંદર સાડીમાં એવા સ્ટેપ્સ કરી રહી છે, જેવા વાયરલ વીડિયોમાં પાકિસ્તાની યુવતીએ કર્યા છે. આ વીડિયોને જોઇને અમુક પ્રશંસકો તેમના વખાણ કરી રહ્યાં છે. તો કેટલાંક લોકો માધુરીની ટીકા પણ કરી રહ્યાં છે. ટીકાકારોનુ કહેવુ છે કે માધુરીએ પાકિસ્તાની યુવતીના સ્ટેપ્સ ફૉલો ના કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે ‘Mera Dil Yeh Pukare Aaja’ ગીત પર ડાન્સ કરનારી યુવતી પાકિસ્તાનની છે અને તેનુ નામ આયશા છે. આયશાએ પોતાના મિત્રના લગ્નમાં લતા મંગેશકરના ગીતના રિમિક્સ વર્ઝન પર ડાન્સ કર્યો હતો.