માધુરીએ ઈન્ટ્રાગ્રામમાં વિડીયો શેર કરી લખ્યુ – બે હ્વદય જે એકની જેમ ધબકે છે : ડો.નેનેએ લખ્યું- દુનિયાની સૌથી સુંદર, પ્રેમાળ અને સમજદાર પત્ની
માધુરી દીક્ષિત અને તેના પતિ શ્રીરામ નેને ગુરુવારે તેમના લગ્નની 25મી વર્ષગાંઠ ઉજવી હતી. આ ખાસ દિવસને યાદગાર બનાવવા માટે બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક રોમેન્ટિક વીડિયો શેર કરીને પોતાના પાર્ટનરને ખૂબ જ ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે.
- Advertisement -
View this post on Instagram
વીડિયોમાં બોલિવૂડની ધક ધક ગર્લ તેના પતિ પર ખૂબ જ પ્રેમ વરસાવતી જોઈ શકાય છે. માધુરી દીક્ષિત અને શ્રીરામ નેનેના લગ્ન વર્ષ 1999માં થયા હતા અને હવે તેઓ તેમના લગ્નની સિલ્વર જ્યુબિલી પર રોમેન્ટિક વીડિયો શેર કરીને છવાઈ ગયા છે. વીડિયો શેર કરતા માધુરી દીક્ષિતે લખ્યું, ’25 વર્ષનો પ્રેમ, હાસ્ય અને તમારી સાથે અગણિત યાદો. હેપી એનિવર્સરી, માય ફોરેવર શ્રીરામ નેનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પણ શેર કર્યો છે અને પોતાના જીવન સાથી માટે એક સુંદર નોંધ લખી છે.
- Advertisement -
તેણે લખ્યું, ‘જેમ કે એક માણસે કહ્યું, બે હૃદય જે એકની જેમ ધબકે છે. મારા સાથી બનવા બદલ અને હંમેશા મને સાથ આપવા બદલ આભાર 25મી વર્ષગાંઠની શુભેચ્છા. તમે મારા માટે આ દુનિયાની સૌથી સુંદર પત્ની છો, સૌથી પ્રેમાળ અને સમજદાર છો. અમે અમારા જીવનના શ્રેષ્ઠ વર્ષોમાં અમારી લગભગ અડધી જિંદગી એક સાથે વિતાવી છે, ઘણી યાદો બનાવી છે, બાળકોનો ઉછેર કર્યો છે, આનંદ કર્યો છે અને તેને 25 વર્ષ થઈ ગયા છે. 1999માં માધુરી દીક્ષિતે લોસ એન્જલસમાં કાર્ડિયોવેસ્ક્યુલર સર્જન શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કર્યા. અભિનેત્રીએ એકવાર ડાન્સ દીવાનેમાં ખુલાસો કર્યો હતો કે તેના પતિ નેનેને ખબર નહોતી કે તે અભિનેત્રી છે. આટલું જ નહીં, તે લગ્ન સુધી આ જ બધું છૂપું રાખવા માંગતી હતી.
તે ઈચ્છતી ન હતી કે નેને લગ્ન પહેલા આ વાત જાણે કારણ કે જ્યારે લોકો તમને અભિનેત્રી તરીકે જુએ છે, ત્યારે તેઓ પહેલાથી જ ધારણા ધરાવે છે કે તેણે તમારી સાથે લગ્ન કરવા જોઈએ. પરંતુ મારી સાથે આવું કંઈ થયું ન હતું. મને યોગ્ય વ્યક્તિ મળી, હું લગ્ન કરવા માંગતી હતી અને મેં લગ્ન કરી લીધા.