ખાસ-ખબર સંવાદદાતા
તાલાલા તાલુકાના ગુંદરણ ગીર-માધુપુર ગીર ગામના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે તાલાલા-વેરાવળ જવા તથા આંકોલવાડી ગીર વિસ્તારના અનેક ગામના અરજદારોને જિલ્લા મથક વેરાવળ જવા માટે અનુકૂળ એસ.ટી બસ શરૂ કરવામાં નહીં આવે તો બસ રોકો આંદોલનની ચીમકી બાદ સૌને અનુકૂળ એસ.ટી શરૂ થતા વિદ્યાર્થીઓ તથા અરજદારોમાં ખુશી જોવા મળે છે. માધુપુર ગીર ગામના યુવા સક્રિય સામાજિક અગ્રણી જીતેન્દ્રભાઈ ચોથાણીએ વિદ્યાર્થીઓ તથા અરજદારોને અનુકૂળ એસ.ટી બસ માટે અવિરત રજૂઆતો બાદ એસ.ટી તંત્રએ વેરાવળથી આંકોલવાડી ગીર નવી બસ શરૂ કરી છે. આ બસ સવારે વેરાવળ થી ઉપડી આંકોલવાડી ગીર જશે ત્યાંથી પરત માધુપુર ગીર-ગુંદરણ ગીર થઈ તાલાલા-વેરાવળ જશે.
વેરાવળ ડેપો દ્વારા નવી એસ.ટી બસ શરૂ થતા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે જવા તથા આંકોલવાડી ગીર તથા માધુપુર ગીર વિસ્તારના અરજદારોને જિલ્લા મથક વેરાવળ જવા સારી સવલત મળતા વિદ્યાર્થીઓ તથા અરજદારોએ આનંદ સાથે એસ.ટી.ના નિર્ણયની સરાહના કરી છે.
માધુપુર ગીર વિદ્યાર્થીઓને અનુકૂળ S.T. બસ શરૂ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/12/MADHAVPUR-GIR-ST-BAS.jpg)