અમદાવાદ પ્લેન ક્રેશ બાદ બોઈંગના અનેક વિમાનોમાં ખામી જોવા મળી છે. છેલ્લા કેટલાક મહિનામાં બોઈંગના વિમાનોના ઈમરજન્સી લેન્ડિંગ, એન્જિનમાં ખામી સહિતની સમસ્યાઓ ચર્ચાનો વિષય બની છે. અમદાવાદમાં ક્રેશ થયેલું બોઈંગનું 787-8 ડ્રીમલાઈનરનું અન્ય એક મોડલ અમેરિકામાં પણ ક્રેશ થતાં થતાં બચી ગયુ છે.
મ્યુનિક સ્થિત યુનાઈટેડ એરલાઈન્સની બોઈંગ 787-8 ડ્રિમલાઈનર ફ્લાઈટ UA108 25 જુલાઈએ શુક્રવારે ટેકઓફ થયા બાદ ટૂંક સમયમાં જ વોશિંગ્ટન ડલાસ એરપોર્ટ પર પરત ફરવું પડ્યું હતું. જેમાં એન્જિન ફેઈલ થતાં પાયલટે MAYDAY કોલ આપતાં પેસેન્જર્સમાં ખળભળાટ મચ્યો હતો. મ્યુનિક જઈ રહેલી આ ફ્લાઈટ હવામાં 5000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ તેના એન્જિનમાં ખામી સર્જાઈ હતી. જેના લીધે ક્રૂએ ઈમરજન્સી જાહેરાત કરી હતી. એર ટ્રાફિક કંટ્રોલર્સને ઘટનાની જાણકારી આપ્યા બાદ પાયલટે MAYDAY કોલ આપ્યો હતો. જો કે, ફ્લાઈટનું સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
- Advertisement -
દુર્ઘટના ટાળવા ફ્યુલ ખાલી કરવા અપાયો આદેશ
મીડિયા રિપોર્ટ અનુસાર, ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવા પાયલટે સમય સૂચકતા વાપરી ફ્યુલ ખાલી કરવા વોશિંગ્ટનના ઉત્તર-પશ્ચિમમાં જ અનેક ચક્કરો લગાવ્યા હતાં. પ્લેનનું વજન મેનેજ કરવા પાયલટે 6000 ફૂટની ઊંચાઈએ હવામાં પ્લેન રાખ્યું હતું. એર ટ્રાફિક કંટ્રોલર્સ એરક્રાફ્ટને સતત સૂચનો આપી રહ્યા હતા. તેમજ સુરક્ષિતપણે ફ્યુલનું ડમ્પિંગ કરવા મંજૂરી આપી હતી. ફ્યુલ ખાલી કરવા હવામાં જ ચક્કર લગાવવા તેમજ હોલ્ડ કરવા આદેશ આપ્યો હતો. ફ્યુલ ડમ્પિંગ પૂર્ણ થયા બાદ પ્લેન સુરક્ષિતપણે વોશિંગ્ટન ડલાસ એરપોર્ટ પર પરત ફર્યું હતું.
ઈમરજન્સી લેન્ડિંગ
- Advertisement -
ફ્યુલ ડમ્પ થયા બાદ બંને પાયલટે ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રનવે 19 સેન્ટર પર ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી માગી હતી. સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ એન્જિન ફેઈલ થઈ જતાં પ્લેન હલન-ચલન કરી શકતુ ન હતું. પેસેન્જર્સને સુરક્ષિત ઉતાર્યા બાદ તેને રનવે પર ટો કરીને લઈ જવામાં આવ્યું હતું.