રંગબેરંગી આતશબાજી, લેસર શો, સાથે ભવ્યાતિભવ્ય મહાઆરતીમાં ઉમિયાને ફૂલડે વધાવ્યા
મહાઆરતીમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ, દર્શકો સહિતની માનવમેદની : આજે મેગા ફાઇનલ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ‘કલબ યુવી નવરાત્રી મહોત્સવ -2024’માં ગઇકાલે આઠમા નોરતા નિમીતે મા ઉમિયાની મહાઆરતીની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. ન્યુ 150 ફુટ રીંગ રોડ પર કલબ યુવી દ્રારા આયોજીત નવરાત્રી મહોત્સવ માં અનેક પાટીદાર શ્રેષ્ઠીઓ, ખેલૈયાઓ દર્શકો અને આયોજકો એ આતશબાજી લેસર લાઇટસંગ સાથે માતાજીની આરતી કરી હતી. ભવ્યાતિ ભવ્ય મહાઆરતીમાં અનોખુ ધાર્મીક વાતાવરણ સર્જાયુ હતુ.
કલબ યુવી નવરાત્રી ગ્રાઉન્ડમાં ઉમિયા માતાજી મંદિરમાં મા ઉમિયાની પૂજા અર્ચના સાથે રાત્રીના 9:15 કલાકે મહાઆરતીમાં હજારો ખેલૈયાઓ અને દર્શકોએ ભાગ લીધો હતો. રાજકોટ શહેરમાં ન્યુ 150 ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં કલબ ચુવી નવરાત્રી મહોત્સવમાં હર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્યાતીભવ્ય મહાઆરતીનું આયોજન થયું હતું.. કલબ યુવી રાસોત્સવના ગ્રાઉન્ડમાં કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાના મંદિરમાં દરરોજ પુજા અર્ચના વિવિધ મહાનુભાવો દ્વારા આરતી કરવામાં આવે છે. તા. 10 ઓકટો. ને ગુરૂવારે આઠમું નોરતું કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાનું નોરતુ મનાય છે. આઠમાં નોરતે મા ની ભવ્યાતીભવ્ય મહાઆરતી કરવામાં આવે હતી.
કલબ થવીના ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ દર્શકો સહીત 10000થી વધુ માનવ મેદનીએ મોબાઈલની ફલેશ લાઈટ દ્વારા માતાજીની આરતી કરી હતી. મહાઆરતી દરમ્યાન સમગ્ર ગ્રાઉન્ડની લાઇટો બંધ કરી મા ઉમિયાના મંદિર પર ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. મહાઆરતી સમયે આતશબાજીથી આકાશમાં રંગબેરંગી વાતાવરણ છવાયુ હતુ. લેસર લાઇટીંગ દ્રારા કલબ યુવી ના ગ્રાઉન્ડમાં અદભૂત નજારો જોવા મળ્યો હતો. ડ્રોન દ્રારા મા ના મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. કડવા પાટીદાર ભાઈઓ બહેનો હજારોની સંખ્યામાં ઉમટી પડયા હતા.
- Advertisement -
કલબ યુવીના આંગણે મા ઉમિયા માતાજીની મહાઆરતીમાં કલબ યુવીના માર્ગદર્શક અને ઉમિયાધામના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઈ શાપરીયા, ટ્રસ્ટીઓ જયંતિભાઈ કાલરીયા, રમણીકભાઈ ભાલોડીયા, રમણભાઈ વરમોરા, ઉઝા મંદિરના પ્રવીણભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, ઉપપ્રમુખ ગોવિંદભાઈ વરમોરા, ગાંઠીલા મંદિરના પ્રમુખ નીલેશભાઈ ધુલેશીયા, પટેલ સેવા સમાજના અરવિંદભાઈ કણસાગરા, નંદલાલભાઈ માંડવીયા, જીવનભાઈ ગોવાણી, મનસુખભાઇ પાણ, ક્લબ યુવીના સ્મિતભાઈ કનેરીયા, એમ.એમ. પટેલ, કાંતીભાઈ ઘેટીયા, પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ એન્જલ ગ્રુપના શીવલાલભાઈ આદ્રોજા, મુળજીભાઈ ભીમાણી, રાજનભાઈ વડાલીયા, શ્યામલ ગ્રુપના અમીતભાઈ ત્રાંબડીયા, વિજયભાઈ ડઢાણીયા વિગેરે મહાનુભાવો આરતીનો લ્હાવો લીધો હતો. પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર ઉમિયધામ સિદસર ખાતે મા ઉમિયાના મંદિરના શીખર પર દરરોજ ધ્વજા ચડાવવામાં આવે છે. ભવ્ય મહાઆરતી બાદ આજે મેગા ફાઇનલ યોજાશે. નવ નોરતાના સિલેકટ થયેલ ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઇનલ યોજી વિવિધ કેટેગરીના વિજેતાઓ ને એકટીવા, આઇપેડ સહીત અનેક ઇનામો ની વણઝાર કરવામાં આવશે.