‘ડાયાબિટીસ-અસ્થમાના દર્દીઓએ વધુ સાવધાન રહેવું, જાતે દવાઓ લેવાની વૃત્તિ ટાળો’; સમયસર રસીકરણ જ સૌથી મોટું નિવારણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમગ્ર ભારતમાં શિયાળાની શરૂઆત થતા જ શ્વાસ અને ફેફસાં સંબંધી રોગોમાં વધારો જોવા મળે છે, ત્યારે વર્લ્ડ ન્યૂમોનિયા ડે ના અવસરે વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ક્ધસલ્ટન્ટ ડો. દર્શન નિમાવતએ ન્યૂમોનિયાના વધતા જોખમ સામે જાગૃતિ લાવવાની અને સમયસર સારવાર લેવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ડોક્ટરે ભારતીય ઘરોમાં જોવા મળતી બેદરકારી અને સ્વ-ઉપચારની વૃત્તિને ગંભીર પડકાર ગણાવી છે.
- Advertisement -
ડો. નિમાવતના મતે, બ્રોન્કોસ્કોપી (દૂરબીન દ્વારા થતી ફેફસાંની તપાસ) ચેપના ચોક્કસ પ્રકારને જાણીને અસરકારક એન્ટિબાયોટિક સારવાર આપવામાં મદદરૂપ થાય છે. ઘરનું વેન્ટિલેશન સુધારવું, પ્રદૂષણવાળા દિવસોમાં માસ્ક પહેરવો અને સ્વચ્છતા જાળવવી જરૂરી છે. ન્યુમોકોકલ અને ઈન્ફલ્યુએન્ઝાની રસીઓ ગંભીર ન્યૂમોનિયાના કેસો અને તેની ગૂંચવણો ઘટાડવા માટે સાબિત થઈ છે. સમયસર રસીકરણ પરિવારને સુરક્ષિત રાખવાનો સૌથી સરળ માર્ગ છે. ડો. નિમાવતે લોકોને અનુરોધ કર્યો કે, “શ્વાસ સંબંધિત સમસ્યાઓને અવગણશો નહીં. જાગૃતિ, નિવારણ અને સમયસરનો ઉપચાર જ ન્યૂમોનિયાની ગૂંચવણો ઘટાડવામાં મજબૂત સાથી છે.”
ડોક્ટરના મુખ્ય અવલોકનો અને સલાહ: ન્યૂમોનિયાનું જોખમ: પ્રદૂષણમાં વધારો, મોસમી વાયરસો અને લાંબાગાળાના રોગો (જેમ કે ડાયાબિટીસ, અસ્થમા, હૃદયની બિમારીઓ)ને કારણે ન્યૂમોનિયા ઝડપથી જીવલેણ સ્થિતિમાં પરિણમી શકે છે.
ગંભીર લક્ષણોને અવગણશો નહીં: સતત તાવ, વધતી ઉધરસ, છાતીમાં દુખાવો, ઝડપી શ્વાસ લેવા અથવા ઓક્સિજનનું ઓછું સ્તર જેવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
‘સ્વ-દવા’ ટાળો: ન્યૂમોનિયાના ઘણા કેસો વાયરસજન્ય હોય છે જેમાં એન્ટિબાયોટિક્સ બિનઅસરકારક હોય છે. અનાવશ્યક એન્ટિબાયોટિકનો ઉપયોગ ’એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ’ વધારીને ભવિષ્યની સારવાર મુશ્કેલ બનાવે છે.



