અગાઉ કોર્પોરેટર રહી ચૂકેલા રાજુભાઈ અઘેરા, અશ્ર્વિનભાઈ ભોરણિયા અને અંજનાબેન મોરઝરિયા પર પક્ષે વિશ્ર્વાસ મુક્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પક્ષ સાથે વફાદારી અને શિસ્ત રાખનાર કાર્યકરોને ક્યારેય ભાજપ વિસતુ નથી તે વાત ફરી એક વખત ચરિતાર્થ થઈ છે. વર્ષ 2011ની કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં કોઈ કારણોસર જે ત્રણ કોર્પોરેટરોની ટિકિટ કાપવામાં આવી હતી તેઓને પાંચ વર્ષ બાદ ફરી પક્ષે ચૂંટણીના મેદાનમાં ઉતરવાની તક આપી છે. વર્ષ 2015થી 2020માં વોર્ડ નં. 1 ના કોર્પોરેટર રહેલા અંજનાબેન મોરઝરિયાની ટિકિટ કાપી 2021માં તેઓના પતિ ડો. અલ્પેશભાઈ મોઝરિયાને ટિકિટ આપવામાં આવી હતી. પાંચ વર્ષ પછી જાણે ઈતિહાસે પડખુ ફેરવ્યું હોય તેમ આ વખતે વોર્ડ નં. 1 માં કો. અલ્પેશ મોરઝરિયાના સ્થાને ફરી તેઓના ધર્મપત્ની અંજનાબેન મોરઝરિયા પર પક્ષે વિશ્ર્વાસ મુક્યો છે અને ફરી તેઓને ટિકિટ આપી છે. જયારે અગાઉ વોર્ડ નં. 8ના કોર્પોરેટર રહી ચૂકેલા રાજુભાઈ અઘેરાને આ વખતે વોર્ડ નં. દમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓને પક્ષે ત્રીજી વખત ટિકિટ આપી છે. પરંતુ ત્રણેય વખત તેઓના વોર્ડ અને વિસ્તાર કરી ગયા છે. વોર્ડ નં. 9 ની ચાર પૈકી બે બેઠકો પર અનામત આવવાના કારણે ભરવાડ સમાજના અગ્રણી જીતુભાઈ કાટોડિયાની ટિકિટ કાપવામાં આવી છે. પરંતુ તેઓના સ્થાને નેતા તેમના ધર્મપત્ની જાનકીબેન કાટોડિયાને ટિકિટ મળી છે. અગાઉ વોર્ડ નં. 10ના વાળા કોર્પોરેટર રહી ચુકેલા અશ્ર્વિનભાઈ ભોરણીયાને ફરી પાંચ વર્ષ બાદ વોર્ડ નં. 10માંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
પુત્ર માટે ટિકિટ માગનારને મળી માત્ર નિરાશા
પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, પૂર્વ કોર્પોસ્ટર વિનુભાઈ થવા, નરેન્દ્રભાઈ સોલંકી, અશ્ર્વિનભાઈ મોલિયા, હરીવાલા ડાંગર સહિતના કેટલાકા પૂર્વ કોર્પોરેટરો ધારાસભ્યએ પોતાના પુત્ર માટે ટિકિટની માગણી કરી હતી પરંતુ પક્ષ દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. ગોવિંદભાઈ પટેલે પોતાના પુત્ર કિશન માટે પૂર્વ ધારાસભ્ય, લાખાભાઈ સાગઠિયાએ પોતાના પુત્ર જય માટે, વિનુભાઈ થવાએ તેના પુત્રા પિયુષ માટે, નરેન્દ્રભાઈ સોલંકીએ પોતાના પુત્ર ભાર્ગવ સોલંકી માટે, હરિવાલા ડાંગરે શૈલેષા ડાંગર માટે, અશ્ર્વિન મોલિયાએ પોતાના પુત્ર નિરવ માટે જ્યારે નિતિન રામાણીએ પોતાના પુત્ર પ્રિન્સ માટે કોર્પોરેશનની ટિકિટ પક્ષ પાસે માગી હતી.



