ઝઘડો થતા બહેનપણીના ઘરે ગયા બાદ પાછળથી આવેલા પતિએ ખેલ્યો ખૂની ખેલ
થોરાળા પોલીસે ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં દૂધની ડેરી વિસ્તારમાં રવિવારે છરીના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી નાસી છૂટેલા પતિની પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ફેસબુક ફ્રેન્ડ બન્યા બાદ અમદાવાદની યુવતીએ 4 વર્ષ પૂર્વે રાજકોટના બુટલેગર સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા ગઈકાલે ઝઘડો થયા બાદ દૂધસાગર રોડ પર રહેતી બહેનપણીના ઘરે ગઈ ત્યારે પાછળથી બાઈક લઇ ધસી આવેલા પતિએ છરીના દસેક જેટલા ઘા ઝીકી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના ડુમાણા ગામના અને હાલ અમદાવાદ વિશ્રામ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રથમસિંહ ઉર્ફે પથુભા શકિતસિંહ ઝાલા ઉ.24એ બહેન નિલેશ્વરી યોગેશભાઈ માયલા ઉ.27ની હત્યા અંગે ભગવતીપરામાં રહેતા યોગેશ બાબુભાઇ માવલા (બોરીચા) સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ભગવતીપરામાં રહેતો અને અગાઉ દારૂના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા યોગેશને અમદાવાદ રહેતી નિલેશ્વરીબા ઝાલા સાથે ફેસબુક મારફત પરીચય થયો હતો બંને વચ્ચે પ્રેમ સંબંધ બાંધતા પરિવારને જાણ થતા યુવતીના પરિવારે લગ્ન કરવાનો ઈન્કાર કર્યો હતો છતા પરીવારની મરજી વિરૂધ્ધ 4 વર્ષ પહેલા યુવતીએ બુટલેગર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમ્યાન પતિ ઝઘડા કરતો હતો ગઈકાલે સાંજે ભગવતીપરામાં રહેતી નિલેશ્વરી યોગેશભાઈ માયલા તેની દૂધસાગર રોડ પર હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતી બહેનપણીના ઘરે ગઈ હતી તે દરમ્યાન બાઈકે લઈને યોગેશ છરી સાથે ધસી આવ્યો હતો અને ઝઘડો કરી પત્નીને છરીના દસેક ઘા ઝીંકી દીધા હતા. જીવલેણ હુમલો કરી યોગેશ ત્યાંથી નાસી છૂટ્યો હતો અને ગંભીર રીતે ઘવાયેલી નિલેશ્વરીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાઈ હતી. જેનુ સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ક્રાઇમ બ્રાન્ચ, થોરાળા પીઆઇ વાઘેલા, પીએસઆઇ સહિતનો સ્ટાફ તોડી ગયો હતો અને આરોપી બુટલેગરને પકડવા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી દરમિયાન હત્યારા આરોપીને પોલીસે ઝડપી લઇ પૂછતાછ કરતા પોતે ઘર કંકાસથી કંટાળી પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી જોકે હત્યા પાછળ નથી ને તે જાણવા વિશેષ તપાસ હાથ ધરી છે.
બહેનપણીના ઘર પર જ પતિએ પહોંચી હત્યા નિપજાવી
રવિવારે સવારના આશરે 12:30 વાગ્યાના અરસામાં યોગેશ બોરીચા પોતાની પત્ની નિલેશ્વરી જે જગ્યાએ રોકાઈ હતી, તે તેની બહેનપણી જલ્પાના ઘરે પહોંચ્યો હતો. ઘરમાં આવતાની સાથે જ પતિ-પત્ની વચ્ચે ફરી ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. આ ઝઘડાએ એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે ઉશ્કેરાયેલા યોગેશે પોતાની પાસે રહેલી છરી કાઢી અને 5 જેટલા ઘા પોતાની પત્ની નિલેશ્વરીને ઝીંકી દીધા. લોહીલુહાણ હાલતમાં નિલેશ્વરી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. પત્ની પર જીવલેણ હુમલો કર્યા બાદ આરોપી યોગેશ સ્થળ પરથી તરત જ ફરાર થઈ ગયો હતો.



