આવતી કાલે વસંત પંચમી છે. જૈન ધર્મમાં તેને જ્ઞાનપંચમી કહે છે. આ દિવસે જૈનો તેમના ધર્મગ્રંથને બહાર કાઢીને પૂજા કરે છે. આપણા ધર્મમાં પણ વસંત ઋતુને શ્રેષ્ઠ માનવામાં આવી છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે, “ઋતુઓમાં હું વસંત છું.” વિદ્યા પ્રાપ્તિ માટે વસંત પંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. કોઈ પણ કળાનો પ્રારંભ આ દિવસથી કરી શકાય. શૈક્ષણિક અભ્યાસ હોય, સંગીતની સાધના હોય કે સાહિત્યનું કાર્ય હોય, વસંત પંચમી એના માટેનો શ્રેષ્ઠ દિવસ છે. ધાર્મિક ગ્રંથોનું વાંચન શરૂ કરવું હોય કે અધ્યાત્મની સાધના શરૂ કરવી હોય તો આ દિવસથી આરંભી શકાય છે. વસંત પંચમીથી શરૂ કરીને મહાશિવરાત્રિ સુધીનો સમય ગાળો એ મંત્ર-જાપ માટેનો ઉત્તમ સમય ગણાયો છે. આ દિવસોમાં બની શકે તેટલું મૌન ધારણ કરવું, અનિવાર્ય હોય ત્યારે જ અને એટલું જ બોલવું. મનનો મંત્ર-જાપ ચાલું રાખવો.
Follow US
Find US on Social Medias