પુરીની યાત્રા વિશે આપણે ખૂબ જ ઓછી વાતો જાણતા હોઇએ છીએ. આ નગરી જેટલી જૂની છે એટલી જ તેની વાતો અને તેની સાથે જોડાયેલી રથયાત્રાની વાતો પણ રસપ્રદ છે.
- Advertisement -
-મંદિરનો ઝંડો જગન્નાથ પુરી મંદિરની ઉપર લગાવવામાં આવેલ ઝંડો હંમેશા હવાની વિપરિત દિશામાં જ લહેરાતો દેખાતો હોય છે.
પુરીમાં હવાનો રુખ – દિવસના સમયે હવા સમુદ્રથી જમીન તરફ આવે છે અને સાંજના સમયે તેનાથી ઉલટુ હોય છે. પરંતુ પુરીમાં તેનાથી ઊલટું હોય છે.
-સુદર્શન ચક્ર- પુરીમાં તમે કોઈપણ જગ્યાએ ઊભા રહી, તમે મંદિરની ઉપર લગાવવામાં આવેલ સુદર્શન ચક્રને જોશો તો
- Advertisement -
તે હંમેશા તમારી સામે જ લાગેલું દેખાશે. પુરીમાં પક્ષી- જગન્નાથ મંદિરની ઉપર પક્ષી ઉડતા નથી દેખાતા. -જગન્નાથ પુરીનો ગુંબદ- જગન્નાથપુરી મંદિરના મુખ્ય ગુંબદની છાયા દિવસના કોઈપણ સમયે જોવા મળતી નથી.
-પુરીનો પ્રસાદઃ-મંદિરમાં પ્રસાદ બનાવવા કે તૈયાર કરવા માટે 7 વાસણોને એકબીજા ઉપર રાખવામાં આવે છે અને આ
પ્રસાદ સામગ્રીને લાકડા ઉપર પકવવામાં આવે છે. આ પ્રક્રિયામાં સૌથી ઉપરવાળા વાસણમાં સામગ્રી પહેલા તૈયાર થાય છે
સાગરની ધ્વનીઃ- જગન્નાથ પુરીના મંદિરમાં પહેલુ પગલુ રાખતી વખતે સાગરની કોઈ ધ્વનિ નથી સંભળતો. તો મંદિરની બહાર એક પગલું વધારો તો તમે આ ધ્વનિને આસાનીથી સાંભળી શકો છો.
અમદાવાદમાં દર વર્ષે અષાઠ બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન શુભદ્રા, ભાઇ બલરામ વિશેષ રથોમાં સવાર થઇ નગરજનોને દર્શન આપવા નગર ચર્યાએ વિહરે છે. જગન્નાથ ભગવાન જે રથમાં વિરાજે છે, તે રથ 1950માં નિર્માણ પામેલો છે. હાલ રથયાત્રાના રથોનું રંગ રોપાણ સાથે સમારકામ પુરજોશમાં ચાલી રહ્યું છે. તો જાણીએ ભગવાનના રથ વિશે જાણી-અજાણી વાતો…
1-ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્ર- ત્રણેના રથ નારિયળના લાકડાથી બનાવવામાં આવે છે. આ લાકડાનું વજન અન્ય લાકડાની સરખામણીમાં હલકું હોય છે અને તેન આસાનીથી ખેંચી શકાય છે. ભગવાન જગન્નાથના રથની રંગ લાલ અને પીળો હોયછે અને તે અન્ય રથોથી આકારમાં મોટો પણ હોય છે આ રથ બલભદ્ર અને સુભદ્રાન પાછળ હોય છે.
2-ભગવાન જગન્નાથના રથના અનેક નામ જેવા કે ગરુડધ્વજ, કપિધ્વજ, નંદીઘોષ વગેરે છે. આ રથના ઘોડાનું નામ શંખ, બલાહક, શ્વેત અને હરિદાશ્વ છે, જેનો રંગ સફેદ હોય છે. આ રથના સારથીનું નામ દારુક હોય છે. ભગવાન જગન્નાથના રથ પર હનુમાનજી અને નરસિંહ ભગવાનનું પ્રતીક હોય છે. તે સિવાય ભગવાન જગન્નાથના રથ ઉપર સુદર્શન સ્તંભ પણ હોય છે. આ સ્તંભ રથની રક્ષાનું પ્રતીક માનવામાં આવે છે.
આ રથના રક્ષક ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરુડ છે. રથની ધ્વજા અર્થાત્ ઝંડો ત્રિલોક્યવાહિની કહેવાય છે.
રથને જે રસ્સીથી ખેંચવામાં આવે છે. તે શંખચૂડ નામથી ઓળખવામાં આવે છે. તેના 16 પૈડા હોય છે આ ઊંચાઈ 13
મીટર સુધી હોય છે.તેમાં લગભગ 1100 મીટર કપડાનો રથને ઢાંકવાના ઉપયોગમાં લેવામાં આવે છે.
૩-બલરામના રથનું નામ તાલધ્વજ છે. તેના રથ ઉપર મહાદેવજીનું પ્રતીક હોય છે. રથના રક્ષક વાસુદેવ અનેસારથી મતાલી હોય છે. રથના ધ્વજને ઉનાની કહે છે. ત્રિબ્રા, ઘોરા, દીર્ઘશર્મા અને સ્વર્ણનાવા તેના અશ્વ છે. તે 13.2 મીટર ઊંચા અને 14 પૈડાના હોય છે,જે લાલ, લીલા રંગના કપડા અને લાકડાના 763 ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે.
4-સુભદ્રાના રથનું નામ દેવદલન છે. સુભદ્રાજીના રથ ઉપર દેવી દુર્ગાનું પ્રતીક મઢવામાં આવે છે.રથના રક્ષક જયદુર્ગા અને સારથી અર્જુન હોય છે. રથના ધ્વજનદબિક કહેવાય છે. રોચિક,મોચિક, જિતા અને અપારિજાત તેના અશ્ન હોય છે. તેને ખેંચવામા વતી રસીનુ નામ સ્વર્ણચુડા હોય છે. 12 9 મિટર ઊંચા 12 પૈડાના આ રથમાં લાલ, કાળા કપડાની સાથે જ લાકડાના 593 ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે.
5-ભગવાન જગન્નાથ,બલરામ અને સુભદ્રાના રથો ઉપર ઘોડાની આકૃતિઓ મઢવામાં આવે છે, તેમાં પણ ભેદ હોય છે.
ભગવાન જગન્નાથના રથ ઉપર મઢેલા ઘોડાનો રંગ સફેદ, સુભદ્રાજીના રથ ઉપર કોફી રંગનો,જ્યારે બલરામના રથ
ઉપર મઢેલા ઘોડાનો રંગ વાદળી હોય છે.
6-રથયાત્રામાં ત્રણ રથોનો શિખરોનો રંગ પણ અળગ-અળગ હોય છે. બલરામજીના રથનું શિખર લાલ-પીળું, સુભદ્રાજીના રથનું શિખર લાલ અને ગ્રે રંગનું, જયારે ભગવાન જગન્નાથના રથનું શિખર લાલ અને લીલા રંગનું હોય છે.