લંડનનાં ગ્રીન પાર્ક સ્ટેશન પાસેથી પસાર થઇ રહેલી રથયાત્રા, વર્ષ 2008
ભારતની બહાર પણ અનેક દેશોમાં છેલ્લાં ચાલીસેક વર્ષથી રથયાત્રોનું આયોજન થાય છે જેનો શ્રેય ઇસ્કોનનાં સંસ્થાપક આચાર્ય એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદને જાય છે. અમેરિકાનાં લૉસ એન્જેલિસ, ન્યુ યોર્ક, સાન ડિયેગો, સાન ફ્રાંસિસ્કો વગેરે શહેરો ઉપરાંત ઇંગ્લેંડનાં લંડન, બર્મિંગહામ, કોવેન્ટ્રી, બ્રાઇટન, વગેરે શહેરો તથા પૅરિસ, ટોરેન્ટો, બુડાપેસ્ટ વગેરે અનેક શહેરોમાં ઇસ્કોન દ્વારા જુન-જુલાઇ મહિનામાં રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રાઓ પાશ્ચાત્ય દેશોની પ્રણાલીને અનુસરતા તથા ત્યાંના કાયદાઓનું પાલન કરતા મોટેભાગે શનિ-રવિવારે યોજવામાં આવે છે, અને તે કારણે હંમેશા અષાઢી બીજને દિવસે યોજાય તેમ નથી બનતું.
- Advertisement -
ધમરાઈ જગન્નાથ રથયાત્રા (બાંગ્લાદેશ)
ધમરાઈ જગન્નાથ રોથ એ ધામરાઈ, બાંગ્લાદેશ ખાતે આવેલું, ભગવાન જગન્નાથજીને સમર્પીત, રથ મંદિર છે (બંગાળી ભાષામાં “રથ”નો પહોળો ઉચ્ચાર “રોથ” કરાય છે). અહીં દર વર્ષે યોજાતી રથયાત્રામાં હજારો લોકો ભાગ લે છે. બાંગ્લાદેશનાં હિન્દુ સમાજ માટે ધમરાઈમાં યોજાતી રથયાત્રા બહુ જ મહત્વનો ધાર્મિક તહેવાર છે. અહીં જે મૂળ ઐતિહાસિક રથ હતો તે પાકિસ્તાનનાં સૈન્ય દ્વારા 1971માં બાળી નાખવામાં આવ્યો હતો.[૯] ત્યાર પછી ભારતની સહાયથી નવા રથનું નિર્માણ કરાયું હતું.
- Advertisement -
અંગ્રેજી ડિક્શનરીમાં જગન્નાથ શબ્દનો સમાવેશ
અંગ્રેજી ડિક્શનરીમાં “Juggernaut/જગરનોટ” શબ્દ રથયાત્રાની દેન છે. જે શબ્દનો અર્થ થાય છે, જેને રોકી ના શકાય તેવું. જગન્નાથજીના રથયાત્રા પર્વની સિંધુના વહેણ જેવી વણથંભી મેદની જોઇને અંગ્રેજોએ આ નવો શબ્દ ડિક્શરીમાં ઉમેર્યો.