આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા છે. ત્યારે ભગવાન જગન્નાથ આજે 72 વર્ષ બાદ નવા રથ પર બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર બિરાજમાન થયા છે. બહેન સુભુદ્રાજી દવલદન રથ પર બિરાજમાન થયા છે. જ્યારે ભાઈ બલરામ તાલધ્વજ રથ પર બિરાજમાન થયા છે.
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે ત્યારે સવારે 4:30 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ પૂર્ણ થઈ હતી. જે બાદ સવારે 4:44 વાગ્યે ભગવાન જગન્નાથને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો અને 05:30 વાગ્યે ભગવાન જગન્નાથ અને 5:35 વાગ્યે બહેન સુભદ્રાજી અને 5:50 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને ભગવાનના મોસાળ સરસપુરમાં આજે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
નગરચર્ચાએ નીકળેલા ભગવાન જગન્નાથજીના દર્શન માટે લોકોમાં અનેરો ઉત્સાહ.. pic.twitter.com/lJazsEKU1s
— Gujarat Information (@InfoGujarat) June 20, 2023
- Advertisement -
ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં ભગવાનના આગમન પૂર્વે મોસાળ સરસપુરમાં ભાણેજને આવકારવા ભક્તો આતુર બન્યા છે. ભગવાનના ભજનથી મોસાળ સરસપુર ગૂંજી ઉઠ્યું છે. મામાના ધરે ભગવાન આવે એ પહેલા જ મોસાળમાં ભક્તિમય વાતાવરણ બની ગયું છે. તદુપરાંત ભક્તોએ ભંડારાનો પણ ભવ્ય લાભ લીધો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના માર્ગનું કર્યું નિરીક્ષણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને નગર ચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી સી.એમ.ડેશબોર્ડની વિડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ અને રથયાત્રાના શરુઆતના રૂટનું રિયલ ટાઈમ મોનીટરીંગ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી.
જમાલપુરથી અખાડા અને ભજન મંડળીઓ જોડાઇ. વિવિધ કલરો સાથે પ્રભુ ભક્તુના ચિંત્રો શરીર પર કંડાર્યા. અખા઼ડાં કરતબબાજોએ કરતબો શરુ કર્યા. તદુપરાંત અખાડાના પહેલવાનોએ કુશ્તી કરતબો પણ શરૂ કર્યા.