ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બ્રિટિશ રાજધાની લંડનમાં હીથ્રો એરપોર્ટ 18 કલાક પછી ખૂલ્યું. બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ અહીં ઉતરી. વાસ્તવમાં, ગુરુવારે રાત્રે એરપોર્ટ નજીક એક ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગી હતી. જેના કારણે એરપોર્ટ કામગીરી બંધ કરવી પડી. બંધને કારણે 1350 ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી, જેના કારણે 2 લાખ 91હજાર મુસાફરો પ્રભાવિત થયા હતા. પશ્ર્ચિમ લંડનના હેયસમાં આગ લાગી હતી. આના કારણે 5,000થી વધુ ઘરોનો વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો.
- Advertisement -
બ્રિટનની આતંકવાદ વિરોધી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે સબસ્ટેશનમાં આગ લાગવા પાછળ કોઈ ખરાબ ઈરાદો હતો કે નહીં. લંડનનું હીથ્રો એરપોર્ટ શુક્રવારે બંધ રાખવું પડયું હતું. જે ઇલેકિટ્રક સબ સ્ટેશનમાંથી વિદ્યુત તે એરપોર્ટ પર પહોંચાડવામાં આવે છે. તે સબ સ્ટેશનનાં ટ્રાન્સફોર્મર અચાનક ફાટી નીકળ્યું અને ટ્રાન્સફોર્મરને શીતલ રાખતું ઓઈલ સળગી ઉઠયું. આ સાથે એરપોર્ટ પરનો વિદ્યુત પ્રવાહ બંધ થઈ જતાં એરપોર્ટ બંધ કરી દેવું પડયું હતું અને એરપોર્ટમાં રહેલા 150 પ્રવાસીઓને એરપોર્ટમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હતા.
આ આગ બુઝાવવા લંડનના 10 અગ્નિશામકો કામે લગાડાયા પરંતુ આગ કાબુમાં ન આવતાં આસપાસમાંથી પણ અગ્નિ શામકો બોલાવી કુલ 70 અગ્નિ શામકો કામે લગાડી દેવા પડયા. 10 ફાયર એન્જિન પણ સક્રિય કરી દેવાયા. આ આગથી તે સબ સ્ટેશનમાંથી વીજળી પહોંચાડાય છે. તેમાં અનેક મકાનોનો, દુકાનોનો પણ વીજળી પુરવઠો બંધ થઈ ગયો હતો. તેમ આસિસ્ટન્ટ કમિશનર પેટ ગૌલબર્ને પત્રકારોને જણાવ્યું હતું.
બ્રિટિશ એરવેઝનું વિમાન ઊતર્યું: શટડાઉનને કારણે 1300 ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ, પાવર સ્ટેશનમાં આગ લાગી હતી