ખાસ-ખબર સંવાદદાતા
ભાવનગરના શિહોર તાલુકાના સણોસરા ગામમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ આવેલી છે. આ વિદ્યાપીઠની સ્થાપના આજથી 70 વર્ષ પહેલા શિક્ષક નાનાભાઇ ભટ્ટ, મનુભઆઇ પંચોલી, મૂળશંકર મો. ભટ્ટ અને નટરવલાલ પ્ર.બુચ દ્વારા કરવામાં આવી હતી. આજે આ હરિયાળઆ પરિસરમાં ગ્રામ પરિવેશની સંગાથે વિદ્યાર્થીઓ હ્યદયની ટાઢક લઇને સમાજમાં આગળ વધે છે. પ્રકૃતિના ખોળે 165 એકરમાં ફેલાયેલા વિશાળ પરિસરમાં સાદગી-સંસ્કાર સાથે હજારો વિદ્યાર્થઈઓ જીવન-શિક્ષણનો આનંદ મેળવે છે.
‘લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન’ વિશ્વની પ્રથમ એવી યુનિવર્સિટી છે, જે ટેકનોલોજી દ્વારા ગ્રામ-વિકાસને લગતા અભ્યાસક્રમો ભણાવે છે. લોકભારતી સણોસરાને ગુજરાત સરકાર દ્વારા 2022થી ખાનગી યુનિવર્સિટીનો દરરજો આપવામાં આવ્યો છે. જેથી હાઇસ્કુલ પાસ કરેલ કોઇપણ વિદ્યાર્થીને સંસ્કાર સાથે કૃષિ, ગૌ-પાલન, ગ્રામ વિદ્યા, અને આર્ટસ પણ શીખવાની ઉત્તમ તક સાંપડે છે. વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓના પ્રેકટીલ જ્ઞાન પર વધુ ભાર મુકવામાં આવે છે. જેમાં 20% થિયરી, 30%મલ્ટીમીડિયા, અને 50% પ્રાયોગિક મોડેલને અનુસરે છે. વધુ પ્રેકટીકલ અને મૂલ્યશિક્ષણ માટે વિદ્યાર્થઈઓનું છાત્રાલયમાં રહેવું અનિવાર્ય છે, જેથી તેઓ વધુ સમય શિક્ષણ મેળવી શકે. છેલ્લા 70 વર્ષમાં 30 હાજરથી વધુ વિદ્યાર્થીઓ લોકભારતીમાંથી અભ્યાસ કરીને આજે દેશ-વિદેશમાં મોટી કંપનીઓમાં ઉચ્ચ સ્થાન પર પદ ધરાવે છે.
- Advertisement -
વિદ્યાપીઠમાં નક્કર વ્યવસાયિક તાલિમ માટે અભ્યાસક્રમોમાં ઇન્ટરશીપ પણ દાખલ કરેલ છે. જેનાં માટે લોકભારતીએ ગુજરાતની અને દેશની નામાંકિત કંપનીઓ સાથે જોડાણ કર્યુ છે. જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ દરમ્યાન સઘન તાલિમ મળી શકે અને આત્મનિર્ભર બની શકે. રસ ધરાવનાર દરેક વ્યકિત એકવાર અચૂક લોકભારતી યુનિવર્સિટી, સણોસરાની મુલાકાત લે તેવી વિનંતી.(સંપર્ક: સાવનભાઇ અઘેરા, એડમિશન ઓફિસર: 9054366212 અથવા 7874806763)
વિદ્યાપીઠના અભ્યાસક્રમોની વિગતો:
– B.R.S. (બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ) એગ્રોનોમી અને પશુપાલન
– B.Voc (બેચલર ઓફ વોકેશન), પ્રાકૃતિક કૃષિ અને એગ્રો-પ્રોસેસિંગ
– B.A. (બેચલર ઓફ આર્ટસ) ઇંગ્લિશ અને સોયકોલોજી
– P.G.Diploma in CSR & NGO Management