મકાન સિલ કરી દેવાની માંગણી
વિવેકાનંદ નગરમાં વિધર્મીને મકાન વેચી દેવાનો વિવાદ
- Advertisement -
કોઠારિયા રોડના અનેક સ્થાનિકોના પ્રાંત કચેરી ખાતે ધરણા
વિસ્તાર અશાંત ધારા અંતર્ગત આવતો હોવાની રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કોઠારિયા રોડ પર વિવેકાનંદ નગરમાં વિધર્મીને મકાન વેચી દેવાના વિવાદમાં આજે વિસ્તારવાસીઓ મોટી સંખ્યામાં પ્રાંત કચેરી ખાતે દોડી આવ્યા હતા અને ધરણાં પર બેસી જઈ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો અને મકાન સિલ ન કરાય ત્યાં સુધી ધરણાં પરથી ઉભા થવાનો ઇનકાર કર્યો હતો.
- Advertisement -
વિસ્તારના અગ્રણી કિશોરભાઈ ઠાકરે જણાવ્યું હતું કે અમારો વિસ્તાર અશાંત ધારા હેઠળ આવે છે છતાં વહીવટી તંત્રની મંજૂરી વગર મકાન વિધર્મીને વેચી દેવામાં આવ્યું છે અને દસ્તાવેજ હિન્દુના નામે કર્યો છે. તેમજ વિધર્મીને મકાન વેચવાનો ઇનકાર કરતા ધમકીઓ મળી રહી છે. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. મહિલાઓને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આથી મકાન સિલ ન થાય ત્યાં સુધી ધરણાં ચાલુ રખાશે.