રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાઓ અન્વયે એલ.સી.બી.રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ. એ.આર.ગોહિલ ના રાહબરી હેઠળ એલ.સી.બી.શાખાના સ્ટાફ સાથે ચેકીંગ દરમિયાન પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી તથા પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ તથા રૂપકભાઇ બોહરા નાઓને સંયુકતમાં ચોક્કસ ખાનગી બાતમીદારો મારફતે મળેલ હકિકત આધારે બે ઇસમોને ગોંડલના જામવાડી જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ કારખાનામાંથી ચોરી કરેલ મોબાઇલ ફોન – ૧૭ તથા રોકડ રકમ- રૂ. ૧૮,૦૦૦/- સાથે ગોંડલના જામવાડી જી.આઇ.ડી.સી. પાસેથી રઘુ મનસુખભાઇ ઉર્ફે રમેશ નરશીભાઇ પરમાર રહે- ગોંડલ, જામવાડી જી.આઇ.ડી.સી. કનૈયા હોટલ પાછળ, ગોવિંદ સ.ઓ. મનસુખભાઇ ઉર્ફે રમેશ નરશીભાઇ પરમાર રહે- ગોંડલ, જામવાડી જી.આઇ.ડી.સી. કનૈયા હોટલ પાછળ વાળાને મોબાઇલ ફોન નંગ-૧૭ કિ. રૂ. ૬૬,૦૦૦/- રોકડ રકમ રૂ. ૧૮,૦૦૦/-
કુલ રૂપીયા ૮૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ તકે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઈન્સ. એ.આર.ગોહિલ તથા પો. હેઙ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, મહેશભાઇ જાની, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, અમીતસિંહ જાડેજા તથા પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, રૂપકભાઇ બોહરા, ભાવેશભાઇ મકવાણા, અમુભાઇ વિરડા, નરેન્દ્રભાઇ દવે, સાહિલભાઇ ખોખર, અનિરૂધ્ધસિંહ જાડેજાની ટિમ સહિતના એ કામગીરી હાથ ધરી હતી.