અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ખોડા ના વતની જવાન મનોવરસિંહ વજેસિંહ સોલંકી છેલ્લા વીસ વર્ષથી બી.એસ.એફ માં ફરજ બજાવે છે,અને તેઓ ત્રીસ દિવસની રજા ઉપર તા.૧૬/૦૨/૨૦૨૧ ના રોજ કલકત્તાથી પોતાના વતન ખાંડા આવ્યા છે, ત્યારે ઘરે આવ્યાના બીજા દિવસે તા.૧૭/૦૨/૨૦૨૧ ના રોજ બપોરના બે કલાકે તેઓ પોતાની અલ્ટો કાર લઈને સાઠંબા માં આવેલી બરોડા ગ્રામીણ બેંકમાં કામ અર્થે આવ્યા હતા,ત્યાર બાદ તેઓ બેંકનું કામ પતાવી પોતાની કાર લઈને નીકળતાં બાજુમાં જ આવેલી ગોકુલ હોટલ આગળ અરવલ્લી જિલ્લા એલ.સી.બી. પોલીસની ગાડી વચ્ચે મુકેલ હોઇ તેમણે એલ.સી.બી. પોલીસના કર્મચારીઓને ગાડી થોડી સાઈડમાં ખસેડવાનું કહેતાં, એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો તેમને સાઠંબા પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા અને ત્યાં પોલીસ સ્ટેશનમાં સાઠંબા પોલીસ મથકના એક જમાદાર તેમજ પોલીસ સ્ટેશનમાં હાજર એક મહિલા પોલીસ અધિકારી તેમજ એલ.સી.બી.પોલીસના હમણાં તાજેતરમાં જ દારૂના કેસમાં સસ્પેન્ડ થયેલા અન્ય બે કર્મચારી ભાન ભૂલી ઉશ્કેરાઇને તું પોલીસની ગાડી સાઈડમાં કરવાનું કહે છે, તેમ કહી અપશબ્દો બોલી ધોલ ધપાટ કરી હતી,ત્યાર બાદ તેઓને બાયડ ખાતે પી.એચ.સી.સેન્ટરમાં લઇ જઇ લોહીનો ટેસ્ટ કરાવી તેમના પર દારૂ પીધેલાનો ગુન્હો દાખલ કરી,પછી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટના ક્રમ દરમિયાન બી.એસ.એફ જવાને ઓળખપત્ર બતાવતાં ઓળખ પત્રની ચેન પણ તોડી નાખી હતી…
હાલ તો જવાન મનોવર સિંહ અને તેમના પરિવારે ન્યાયની માગણી સાથે આ બનાવની લેખિત ફરિયાદ સ્થાનિક સાઠંબા પોલીસ સ્ટેશનમાં, જિલ્લા એસ.પી.કચેરી,જિલ્લા મેજિસ્ટ્રેટ,રાજ્યના ગૃહ પ્રધાન,મુખ્યમંત્રી શ્રી,તેમજ વડાપ્રધાનશ્રી ને કરી છે,હવે જોવું એ રહ્યું કે દેશની રક્ષા કરતાં જવાનને ન્યાય મળે છે ? અને મળે છે તો ક્યારે ?…. બી.એસ.એફ જવાન ઉપર લગાવેલા દારૂ પીવાના આરોપ વિશે તેમણે જણાવ્યું હતું, કે તેઓ આગળના દિવસેજ ફરજ પરથી રજા લઈ ઘરે આવ્યા હતા અને તે દિવસે તેમણે ડ્રીંક કર્યું હતું અને તેમણે બી.એસ.એફ માં ફરજ દરમિયાન તેમજ ઘરે આવ્યા પછી પણ મર્યાદામાં દારૂ પીવાની છુટ હોય છે માટે લોહીમાં આલ્કોહોલનું આવવું તે સામાન્ય બાબત છે,પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ દારૂના નશાની હાલતમાં ન હતા,અને તેઓ ક્યારેય ડ્રાઇવ દરમિયાન કે જાહેરમાં દારૂ પીતા નથી તેમના પર કિન્નાખોરી રાખી એલ.સી.બી પોલીસ દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી છે.
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી.