હાજર નહિ મળી આવેલા ગોંડલના બુટલેગરની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દિવાળી ટાણે દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિહ રાઠોડની સૂચના અન્વયે જેતપુર સિટી પોલીસે બાતમી આધારે જૂનાગઢ રોડ પરના ગોડાઉન પર દરોડો પાડી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લઈ 11.76 લાખનો મુદામાલ કબ્જે કરી પોલીસ પહોંચે તે પૂર્વે નાસી છૂટેલા ગોંડલના બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટ ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર પીઆઇ એ.એમ.હેરમા, પીએસઆઈ આર.એ.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન એ.એસ.આઈ. ભુરાભાઈ માલીવાડ, જમાદાર અજીતભાઈ ગંભીરને મળેલી બાતમી આધારે જેતપુર જુનાગઢ રોડ પર જલસાગર પેટ્રોલપંપની બાજુમાં આવેલ ગોડાઉન પર દરોડો પાડયો હતો દરોડો પાડતા ગોડાઉનમાંથી 11.76 લાખની કિંમતની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 5940 બોટલ મળી આવતા કબ્જે કરી તપાસ કરતાં આ દારૂનો જથ્થો ગોંડલના નાગડકા ગામે રહેતા ધવલભાઈ રસીકભાઈ સાવલીયાનો હોવાનું જાણવા મળતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.