ડીસીબી અને થોરાળા પોલીસના બે કેસમાં એક બુટલેગરની ધરપકડ, બેની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
- Advertisement -
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે ડીસીબી અને થોરાળા પોલીસના બે દરોડામાં 1 લાખની કિમતનો દારૂ કબજે કરી એક શખસની ધરપકડ કરવામાં આવી છે જ્યારે એક શખસની શોધખોળ ચાલી રહી છે. રાજકોટ ડીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં રહેલ પીએસઆઈ ડી સી સાકરીયા અને ટીમને મળેલી બાતમી આધારે ભાવનગર રોડ ઉપર ગંજીવાડા શેરી નંબર 15માં દરોડો પાડતા 51,960 રૂપિયાનો દારૂ મળી આવતા દારૂ અને મોબાઈલ સહિત 66,960 રૂપિયાનો મુદામાલ કબજે કરી મયુર ઉર્ફે ભૂરો શૈલેશભાઈ મજેઠીયાની ધરપકડ કરી ખોડિયારપરાના જીરાજ ધીરુ માંજરીયાની શોધખોળ હાથ ધરી છે જ્યારે થોરાળા પોલીસ મથકના પીએસઆઈ જે એમ પરમાર અને ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન રિધ્ધિ સિધ્ધી સોસાયટીના ખૂણે દરોડો પાડતા બુટલેગર દારૂ ભરેલી રિક્ષા રેઢી મૂકી નાસી છૂટયો હતો પોલીસે જડતી લેતા 54 હજારનો જુદી જુદી બ્રાન્ડનો દારૂ મળી આવતા દારૂ, રિક્ષા સહિત 1.54 લાખનો મુદામાલ કબજે કરી ગુનો નોંધી રિક્ષા નંબર આધારે તપાસ હાથ ધરી છે.