અંધારામાં નાસી છૂટેલા ત્રણ, ફાર્મ હાઉસ માલિક સહિત છની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
- Advertisement -
રાજકોટ સહીત રાજ્યભરમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સુચના અન્વયે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ સતત કાર્યરત છે ત્યારે રાજકોટ જીલ્લામાં ત્રીજો દરોડો પાડી ચોથો ગુનો નોંધ્યો છે પડધરીના ખજૂરડી ગામે ફાર્મ હાઉસમાં દરોડો પાડી ઘઉંના ટીપમાં સંતાડેલો 13 લાખનો 5098 બોટલ દારૂ કબજે કરી નાસી છુટેલા વાડીમાલિક સહીત છ શખસો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે ટી કામળીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં રહેલ પીએસઆઈએ વી પટેલ અને ટીમને મળેલી બાતમી આધારે રાજકોટ જીલ્લાના પડધરી પોલીસ મથક વિસ્તારના ખજૂરડી ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં દરોડો પાડતા ત્રણ શખસો અંધારામાં નાસી ગયા હતા પોલીસે જડતી લેતા અંદરથી જુદા જુદા ઘઉં ભરેલા ટીપ મળી આવ્યા હતા જેનો વજન વધુ હોવાથી શંકા જતા તમામ ટીપમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઘઉંના ટીપ તોડી 13,01,285 રૂપિયાનો 5098 બોટલ દારૂ અને અઢી લાખની બોલેરો સહીત 15,51,285 રૂપિયાનો મુદામાલ કબજે કરી વાડીમાલિક ખજૂરડીના ચંપક ઉર્ફે ડીંગો પોલાભાઈ પટેલ, જી જે 02 વી વી 3296નંબરના વાહનનો માલિક, દારૂ મોકલનાર અને ત્રણ નાસી છુટેલા સહીત છ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. રાજકોટ જીલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સતત ત્રીજો દરોડો પાડી ચાર ગુના નોંધ્યા છે જાન્યુઆરીમાં કોટડાસાંગાણીના માણેકવાડામાં દરોડો પાડી જુગાર ક્લબ અને દારૂના એમ બે ગુના નોંધ્યા હતા તે પછી જેતપુર ઉદ્યોગનગરમાં જુગાર રમતા 12ને પકડી
લીધા હતા.