રાજકોટ શહેર પોલીસ ઊંઘતી ઝડપાઈ: સ્ટેટ મોનીટરીંગ સેલની 9મી વખત રેડ
સ્ટેટ મોનિટરીંગ સેલે દારૂ ભરેલા ટ્રકને ઝડપ્યા બાદ એરપોર્ટ પોલીસે 38 લાખથી વધુનો દારૂ ઝડપ્યો
- Advertisement -
દારૂ કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો અને કોને આપવામાં આવ્યો હતો તે દિશામાં પોલીસ તપાસ ચાલુ
રાજકોટમાં દારૂબંધી હવે માત્ર કાગળ પર રહી ગયાની બાબત કોઈથી છુપી નથી. શહેરમાં 36પ દીવસ માંગો તેટલો અંગ્રેજી અને દેશી દારૂ મળતો હોવાની છાપ છે. પોલીસ જેટલો દારૂ પકડે છે તેના કરતા અનેક ગણો વધુ દારૂ પીવાઈ જતો હોવાની માન્યતા છે. શહેરમાં આજે રીતસર દારૂની રેલમછેલ થઈ ગઈ હતી. એસએમસી એટલે કે સ્ટેટ મોનીયરીંગ સેલે બામણબોર જીઆઈડીસીમાંથી અડધા કરોડનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધાની ગણત્રીની મીનીટો બાદ એરપોર્ટ પોલીસે પણ 38 લાખથી વધુ કિંમતનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતા તરેહ તરેહની ચર્ચાઓ, અનુમાનો વહેતા થયા છે.
- Advertisement -
સ્ટેટ મોનિટરીંગ સેલની સાથે સાથે એરપોર્ટ પોલીસે પણ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. એરપોર્ટ પોલીસે રાજકોટ અમદાવાદ હાઇવે પર બામણબોર ચેક ચેકપોસ્ટ ખાતેથી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો. પોલીસે ટ્રક નંબર ૠઉં.12.અઝ.6289ને રોકી તલાશી લેતા તેમાં વિદેશી દારૂ ભરેલો હોવાનું માલુમ થતા ટ્રક ચાલક ને દારૂ ભરેલા ટ્રક સાથે અટકાવી તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચાલક રાજસ્થાનની દારૂ ભરીને લાવતો હોવાનું સામે આવ્યું છે જેમાં 600થી વધુ પેટી દારૂ હોવાનું અનુમાન છે. જો કે આ દારૂ કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો અને કોને આપવામાં આવ્યો હતો તે દિશામાં પોલીસ તપાસ ચાલુ છે. સાથે જ જખઈ દ્વારા પકડી પાડવામાં આવેલ દારૂ અને એરપોર્ટ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ દારૂ રાજસ્થાનથી જ આવ્યો હોવાનું સામે આવતા દારૂના બંને ટ્રક એક જ વ્યક્તિએ મંગાવ્યા હતા કે પછી અલગ અલગ લોકોએ મંગાવ્યા હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
દારૂનો જથ્થો પંજાબથી આવ્યો
દારૂ મોકલનાર તરીકે બાડમેરના ખેતારામનું નામ ખુલતા તેને અને પંજાબના જલંધરથી ટ્રકમાં દારૂ લઈ આવનાર બે ડ્રાઈવર અને દારૂ મંગાવનાર અજાણ્યા શખ્સને પણ એસએમસીએ આરોપી બનાવ્યા છે. દારૂનો આ જથ્થો પંજાબથી આવ્યો હતો.