અમરેલી- સાવરકુંડલા રોડ પર દેવળીયા ગામ નજીક વાહન અડફેટે આવતા સિંહણનું મોત નિપજ્યું
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઈવે પર સિંહણના અકસ્માતની ઘટના બની હતી. અમરેલી- સાવરકુંડલા રોડ પર આવેલ દેવળીયા ગામના પાટીયા નજીક સિંહણ રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહનની અડફેટે આવતા સિંહણનું મોત નિપજ્યું હતું. 5 વર્ષની સિંહણને કચડીને વાહન ચાલક ફરાર થયો હતો. આ ઘટના પગલે વનવિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને સિંહણના મૃતદેહને પીએમ અર્થે કાંકરોજ એનિમલ કેલ્કસેન્ટર ખાતે ખસેડવામાં આવેલ. હાલ વનવિભાગે અકસ્માત સર્જનાર વાહન ચાલકની શોધખોળ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. રેલવે ટ્રેક ગોઝરો સાબિત થયા બાદ માર્ગ અકસ્માતમાં સિંહણનું દર્દનાક મોત થયું હતું. રાજુલા,જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા સહિત વિસ્તારમાં સિંહોની અવર જોવા મળે છે. આ અગાઉ સિંહોના રોડ અકસ્માતના કેટલાક બનાવો બની ચૂક્યા છે. ત્યારે દેવળીયા ગામ નજીક વાહન અડફેટે સિંહણનું મોત નિપજ્યું હતું.