મુંબઈમાં સચિને વર્લ્ડ કપ જર્સી ગિફ્ટ કરી: અરુણ જેટલી સ્ટેડિયમમાં બપોરે 2:30 વાગ્યે સન્માન સમારોહ: મુંબઈમાં છેત્રીને જર્સી અને મોમેન્ટો ભેટ આપી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.15
- Advertisement -
આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી આજે (સોમવારે) ભારત પ્રવાસના છેલ્લા દિવસે દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે બપોરે 2:30 વાગ્યે આયોજિત સન્માન સમારોહમાં ભાગ લેશે.
‘ૠઘઅઝ ઈન્ડિયા’ ટૂરના અંતિમ દિવસે મેસ્સી ચાર્ટર્ડ ફ્લાઇટથી મુંબઈથી દિલ્હી માટે રવાના થશે. રવિવારે મેસ્સીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં તેણે ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રી સાથે મુલાકાત કરી હતી અને તેને જર્સી તથા મોમેન્ટો ભેટ આપ્યા હતા. આ ઉપરાંત, મેસ્સીએ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર સાથે મુલાકાત કરી હતી. સચિને મેસ્સીને પોતાની 2011 વન-ડે વર્લ્ડ કપની જર્સી ગિફ્ટ કરી હતી. મુંબઈમાં મેસ્સીએ સીએમ દેવેન્દ્ર ફડણવીસ, અજય દેવગન અને કરીના કપૂર સાથે પણ મુલાકાત કરી હતી.



