સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ ગાયકો, ગુજરાતના બેસ્ટ વાદકોનો સંગમ સહિયરના મંચ પર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સહિયર ક્લબ દ્વારા સતત 24માં વર્ષે ‘સહિયર રાસોત્સવ’નું ભવ્ય આયોજન તા. 3થી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલૈયાઓ સહિયરના સથવારે ઝૂમી ઉઠશે. ખેલૈયાઓ માટે વિશાળ ગ્રાઉન્ડ સાથે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ ગાયક કલાકાર રાહુલ મહેતા, અપેક્ષા પંડ્યા અને તેજસ શીશાંગીયા ખેલૈયાઓને પોતાના સૂરના સથવારે ઝુમાવશે.
ફરી એકવાર, સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ નવરાત્રી બનવા તરફ સહિયર રાસોત્સવના આયોજકો કમર કસીને મેહનત કરી રહ્યા છે. સમાજ કલ્યાણ સમિતિ તથા સહિયર ક્લબના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાના વડપણ સાથે સહિયર ક્લબ ઓર્ગેનાઇઝરસ, સર્વ ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, ધૈર્ય પારેખ, ક્રિષ્નાપાલસિંહ વાળા, કૃણાલભાઈ મણિયાર (વોઇસ ઓફ ડે), રવિરજસિંહ જાડેજા, પિયુષ રૈયાણી, રજવિર્સિંહ ઝાલા, જગદીશભાઈ દેસાઈ, કરણભાઈ આડતિયા, દિવ્યરજસિંહ જાડેજા, અભિષેકભાઈ અઢિયા, પ્રતિકભાઈ જટાણીયા, હિરેનભાઈ ચંદારાણા, નિલેશભાઈ ચિત્રોડા, દીપકસિંહ જાડેજા, અનીશભાઈ સોની, રાજેન્દ્રસિંહ ચુડાસમા (મામાં સરકાર), વિકી ઝાલા, રૂપેશભાઈ દત્તાણી, નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેશભાઈ રામાણી, જતીન આડેસરા, શૈલેષભાઈ ખખ્ખર, એહમદ સાંધ, યુવરાજસિંહ ચુડાસમા, મિત વેડીયા, વજુભાઈ ઠુંમર, નિલેશભાઈ તુરખીયા, ભરતભાઈ વ્યાસ, મનસુખભાઈ ડોડીયા, સુનીલ પટેલ, શૈલેષભાઈ પંડ્યા, નીરવભાઈ પોપટ, ધવલભાઈ નથવાણી, અભિષેક શુક્લા સહિત તમામ આયોજકોએ વિવિધ કમિટીની રચના કરી સુરક્ષા-વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
સરકારની ગાઇડલાઈનને અનુસરતા તમામ કાયદાકીય ગતિવિધિઓનું પાલન કરી કોઈ પણ અનિચ્છનીય ઘટનાને નિવારવા સહિયર પોતાની સક્ષમતા સાબિત કરશે તેમાં બેમત નથી. બધા જ પાસાઓ પર ખરા ઉતર્યા બાદ પણ ખેલૈયાઓની પ્રથમ પસંદગી તો સંગીત જ હોય છે. આ વર્ષે પણ સંગીત લાજવાબ રહેશે, કારણકે ખેલૈયાઓ અને કરોડો ડિજિટલ વ્યુર્સ કહે છે ‘સહિયર કા મ્યુઝિક – મેજિક હૈ’
આઈફા એવોર્ડ વિનર સંગીત ગ્રુપ જીલ એન્ટરટેન્મેંટ દ્વારા સંગીત નિયોજીત થશે જેમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક ગાયકો સાથે તાલ સંગત કરી ચૂકેલા સૌરાષ્ટ્રના બેસ્ટ રિધમિસ્ટ હિતેશ ધકેચા, યુવા સંગીત નિયોજક રવી ધાકેચા, સાગર માંડલિયા અને રવી ભટ્ટ સંગત કરશે. સહિયરની સાઉન્ડ સિસ્ટમ હંમેશા લોકોના દિલ જીતે છે. સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઈનર રોહિત વાડોદરિયા- ગણેશ સાઉન્ડ સહિયરનું જમાં પાસુ બની રહેશે. સૌરાષ્ટ્ર ગુજરાતના શ્રેષ્ઠ ગાયક છલડો અને હેલોથી પ્રસિદ્ધ થયેલા રાહુલ મેહતા તથા લોકગાયકીનો મીઠો કંઠ અપેક્ષા પંડ્યા ખેલૈયાઓને ગરબે ઝુમાવશે. શબ્દ અને સુર સાથે કારકિર્દીના 30માં વર્ષમાં પ્રવેશેલા પરફોર્મર તેજસ શિશાંગિયા સતત 23માં વર્ષે પણ સહિયરના મંચને શોભાવશે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર રાસોત્સવ માટે મોકળાશથી રમી શકાય તેવું વિશાળ પંડાલ તૈયાર કરવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ થીમ પર આયોજન કરવામાં આવે છે. જાજરમાન આગમન દ્વારથી પ્રવેશો એટલે દિવસના અજવાળાની પ્રતીતિ સાથે સહિયર એક અલગ જ દુનિયામાં પ્રવેશવાની પ્રતીતિ કરાવે છે. આ વર્ષે વિશેષતામાં ઉમેરો કરતાં સહિયરમાં ફૂડ ઝોનમાં રાસોત્સવ પછી લાઈવ બોલીવુડ જેમીંગથી ‘ફૂડ વીથ મ્યુઝિક’નો કોન્સેપ્ટ શરૂ થશે. સહિયર રાસોત્સવને સફળ બનાવવા સહિયરના ચેરમેન તથા રાજકોટ મહાનગરપાલિકા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાના માર્ગદર્શન સાથે આયોજકો યશપાલસિંહ જાડેજા, ચંદુભા પરમાર, ક્રિષ્નસિંહ જાડેજા, ક્રિષ્નપાલસિંહ વાળા, વિજયસિંહ ઝાલા, ધૈર્ય પારેખ જહેમત ઉઠાવી રહ્યા છે. પાસ મેળવવા 312, ત્રીજો માળ, સિલ્વર ચેમ્બર, ટાગોર રોડ ખાતે સંપર્ક કરી શકાશે. વધુ માહિતી માટે મો. 8980021321 પર સંપર્ક કરી શકાશે.