મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે બેઠકમાં માછીમારોની રજૂઆતોનો સકારાત્મક પ્રતિભાવ આપ્યો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર-સોમનાથ જિલ્લાના માછીમારોના પ્રશ્નોના ઉકેલ માટે મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે માછીમાર આગેવાનો સાથે ગાંધીનગર ખાતે એક સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ માછીમારોની વિવિધ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી અને મોટાભાગની માંગણીઓનો સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
- Advertisement -
કેરોસીન-પેટ્રોલ સહાય માટે સોફ્ટવેર: માછીમારોની રજૂઆત હતી કે ડીઝલ સહાયની જેમ કેરોસીન અને પેટ્રોલની સહાય પણ સોફ્ટવેર મારફત આપવામાં આવે. મંત્રીએ આ રજૂઆતને સ્વીકારીને આ વર્ષથી જ કેરોસીન અને પેટ્રોલની સહાય માટે પણ અલાયદો ઓનલાઈન સોફ્ટવેર વિકસાવવાનો આદેશ આપ્યો છે.
મંત્રીએ માછીમારોને આપવામાં આવતી માસિક 150 લીટર પેટ્રોલ સહાયને વધારીને 450 લીટર કરવાના સૂચનને પણ આવકાર્યો હતો. આ નિર્ણયથી માછીમારોને મોટી રાહત મળશે.
ઘઇખ બોટને બંધ સિઝન દરમિયાન પણ માછીમારીની મંજૂરી આપવાની રજૂઆત અંગે મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, માછલીના બ્રીડિંગ સિઝન દરમિયાન મત્સ્ય ઉત્પાદન ઘટી ન જાય તે માટે જ માછીમારી બંધ રાખવાનો આદેશ આપવામાં આવે છે. તેમણે આ નિયમનું પાલન કરવા માટે તમામ માછીમારોને અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડ અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા સહિતના આગેવાનો ઉપસ્થિતરહ્યાહતા.