ભુજમાં 9 અને જામનગર, અમરેલી, કંડલામાં 10 ડિગ્રી આસપાસ તાપમાન
ખાસ-ખબર સંવાદદાતા
કચ્છ, પોરબંદર જુનાગઢ રાજકોટ જિલ્લામાં ગઇકાલથી સર્જાયેલી કોલ્ડ વેવ કંડીશન આજે પણ બીજા દિવસે યથાવત રહી છે. ગઇકાલની સરખામણીએ આજે લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો અનેક વિસ્તારોમાં થયો છે અને તેના કારણે ઠંડીની તીવ્રતા પણ વધી છે. તાપમાનમાં ઘટાડો અને બર્ફીલા પવનને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે.મોડી સાંજથી જ જાહેર માર્ગો સુમસામ બની જાય છે અને સવારે સૂર્યનારાયણના દર્શન થયા પછી સળવળાટ જોવા મળે છે.
સમગ્ર રાજ્યમાં આજે સૌથી નીચું તાપમાન નલિયામાં 3.8 ડિગ્રી નોંધાયું છે જે ગઇકાલના 4.6 ડિગ્રીની સરખામણીએ એકાદ ડિગ્રી ઓછું છે. આજે પણ કચ્છમાં કોલ્ડ વેવની ચેતવણી આપવામાં આવી છે.
ભૂજમાં લઘુતમ તાપમાનનો પારો આજે બે ડિગ્રી નીચે ઊતરી ગયો છેઅને આજનુ લઘુતમ તાપમાન 9 ડિગ્રી નોંધાયુ છે. ભુજ સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાનની દ્રષ્ટિએ સેક્ધડ લોએસ્ટ છે. રાજકોટમાં પોણો ડિગ્રી જેટલું તાપમાન ઘટયું છે અને આજે 10.3 ડિગ્રી રહેવા પામ્યું છે. જામનગરમાં આજનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે અને અમરેલીમાં પણ 10 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. કંડલામાં લઘુતમ તાપમાન 10.5 ડિગ્રી રહ્યું છે.
- Advertisement -
ભાવનગરમાં આજનું લઘુતમ તાપમાન 14.8 ડિગ્રી છે જે લગભગ ગઈકાલ જેટલું જ છે.પોરબંદરમાં ગઈકાલે 12.2 અને આજે 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વેરાવળમાં 15.9 દ્વારકામાં 15.3 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે
https://khaskhabarrajkot.com/2021/12/15/it-will-be-very-cold-in-gujarat/



