રવિવારે કેન્દ્રીય મંત્રી રાજકોટમાં આવી રહ્યા છે ત્યારે શિસ્તબદ્ધ કહેવાતા ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ
સરકારી ગાડીમાં અંબાજીના પ્રવાસે ગયા બાદ તેના ડ્રાઈવરને છૂટા કરી દેવાયા છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કેન્દ્રીય મંત્રી અમિત શાહ 22મીએ રાજકોટ આવી રહ્યા છે તે પૂર્વે જ રાજકોટ શહેર ભાજપનો જૂથવાદ સપાટી પર આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના શાસકપક્ષના નેતા લીલુબેન જાદવ સરકારી વાહન લઈ અંબાજી સહિતના સ્થળોએ જાત્રા કરી આવ્યા હોવાનો વિવાદ સામે આવ્યા બાદ તેના ડ્રાઈવરને છૂટા કરી દેવાયા હતા. મીડિયા સમક્ષ આવેલા લીલુબેન જાદવ ભાવુક થયા હતા. વાતચીતમાં કહ્યું હતું કે, મારી છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને મને થઈ રહેલા અન્યાય મુદ્દે પાર્ટીમાં પણ રજૂઆત કરી છે. લીલુબેને વધુમાં જણાવ્યું હતું કે, હાલ હું કંઈ વધુ નહીં કહું બે દિવસમાં મારી તૈયારી કરીને વધુ વાત કરીશ. મારી છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે- શાસકપક્ષના નેતા તેમણે ભાવુક થઈને કહ્યું કે હું અત્યારે કઈ બાજુ જઈ રહી છું તે મને પણ ખબર નથી. ગરીબ માણસને ન્યાય મળે તેવા મારા પ્રયત્નો છે. સોમનાથ, દ્વારકા અને અંબાજીનો પ્રવાસ કઈ રીતે ભેગો થાય ?, મારી લોગ બુક તમે જોઈ લેજો. હું જાત્રા કરવા માટે નહોતી ગઈ પરંતુ ગાંધીનગર મારા કામ માટે ગઈ હતી અને પૂનમ હોવાથી મારા પરિવાર સાથે અંબાજી ગઈ હતી પરંતુ હું સોમનાથ અને દ્વારકા નહોતી ગઈ. અંતમાં તેમણે જણાવ્યું હતું કે મારી છબી ખરડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને આ બાબતે ભારતીય જનતા પાર્ટીમાં પણ મેં વાત કરેલી છે.



