મહિલા અધિકારીએ પાક વિરોધી ઓપરેશનનું નેતૃત્વ કર્યું
15 દિવસ પહેલા થયેલ પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. આજે (7 મે) વહેલી સવારે ભારતીય વાયુસેનાએ ‘ઓપરેશન સિંદૂર’ પાર પાડી, પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક કરી છે. 9 આતંકવાદીઓના ઠેકાણા ઠાર પાડવામાં આવ્યા છે અને ઘણાં આતંકવાદીઓ પણ હોમાઈ ગયા છે, જેમાં મસૂદ અઝહરના પરિવારનો પણ સમાવેશ થાય છે. આ ઓપરેશનની માહિતી ભારતીય સેનાએ આજરોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી પ્રસારિત કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને બે લશ્કરી મહિલા અધિકારીઓ પેનલ પર હાજર રહ્યા. જેમાંના એક મહિલા અધિકારી હતા ગુજરાત નિવાસી કર્નલ સોફિયા કુરેશી. અને બીજા, મહિલા અધિકારી વ્યોમિકા. ઓપરેશન સિંદૂરનું નેતૃત્વ કર્નલ સોફિયા કુરેશી દ્વારા કરવામાં આવ્યું છે. આ ભારતીય મહિલા શક્તિનું વિશ્વ સમક્ષ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
- Advertisement -
જાણો કોણ છે કર્નલ સોફિયા કુરેશી?
35 વર્ષીય વડોદરાના રહેવાસી કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો ધરાવતા ફરજ બજાવે છે. તે હાલમાં સિગ્નલ કોર્પ્સમાં સેવા આપે છે. કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનાની પ્રથમ મહિલા અધિકારી છે જે સેનાના તાલીમ અભ્યાસ ‘એક્સરસાઇઝ ફોર્સ 18’ કાર્યક્રમનું નેતૃત્વ કરી રહી છે. સોફિયાનો પરિવાર પણ લશ્કર સાથે જોડાયેલ રહ્યો છે. તેના દાદાએ ભારતીય સેનામાં સેવા આપી છે. આવાં નીડર વાતાવરણમાં મોટી થયેલ સોફિયાને પણ ભારતીય લડવૈયા બનવાનું સપનું હતું. જે આજે તેના નેતૃત્વ થકી સફળ થયેલ ઓપરેશન સિંદૂર દ્વારા સાકાર થયું છે. સોફિયાના લગ્ન મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીના આર્મી ઓફિસર મેજર તાજુદ્દીન કુરેશી સાથે થયા છે અને તેમને એક નવ વર્ષનો પુત્ર સમીર કુરેશી છે.
કર્નલ સોફિયા કુરેશીએ સાયન્સ ફેકલ્ટી, ધ એમ.એસમાંથી બાયોકેમિસ્ટ્રીમાં સ્નાતક અને માસ્ટર ઓફ સાયન્સ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી કર્યું છે. તેમણે આર્મીમાં જોડાતા પહેલાં પી.એચ.ડી. માટે રીએનરોલ પણ કર્યું છે.
- Advertisement -
સોફિયા કુરેશી 1999માં શોર્ટ સર્વિસ કમિશન હેઠળ સેનામાં જોડાયા, તે સમયે તેઓ માત્ર 17 વર્ષની હતા. 2006માં સોફિયાએ કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં લશ્કરી નિરીક્ષક તરીકે સેવા આપી છે. તેમણે 2010થી શાંતિ રક્ષા કામગીરી સાથે સંકળાયેલા છે. પંજાબ સરહદ પર ઓપરેશન પરાક્રમ દરમિયાન તેમની સેવા બદલ તેમને જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (GOC-in-C)નું પ્રશંસા પત્ર પણ મળ્યું છે.
કર્નલ સોફિયા કુરેશીએ પુણેમાં યોજાઈ રહેલા 18 દેશોના સંયુક્ત લશ્કરી અભ્યાસ ‘ફોર્સ 18’માં ભારતીય સેનાના 40 સભ્યોના દળનું નેતૃત્વ કર્યું છે. એટલું જ નહીં, આ બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાં દેશનું પ્રતિનિધિત્વ કરતી તે એકમાત્ર મહિલા લશ્કરી અધિકારી રહ્યા છે.
35 વર્ષીય સોફિયા કુરેશી હાલમાં ભારતીય સેનામાં કર્નલ તરીકે સેવા આપી રહી છે. સોફિયાને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભારત દ્વારા મોકલવામાં આવેલી ટીમની કમાન સોંપવામાં આવી. આ મહત્વપૂર્ણ જવાબદારી માટે પસંદ કરાયેલા મહત્વના ટ્રેનર્સમાં તેણીનો સમાવેશ થયેલ છે. હાલમાં, તે ભારતીય સેનાના કોર્પ્સ ઓફ સિગ્નલ્સ સાથે જોડાયેલ અધિકારી છે. સોફિયા કુરેશી 2006માં સંયુક્ત રાષ્ટ્ર કોંગો શાંતિ મિશનનો ભાગ બનેલ છે અને છેલ્લા 6 વર્ષથી પીસકીપિંગ ઓપરેશન્સ (PKOs) સાથે સતત સંકળાયેલી છે.
ભારતીય સેનામાં પુરુષ અને મહિલા અધિકારીઓને સમાન અધિકારો અને જવાબદારીઓ
ASEAN દેશોના સંમેલનમાં હાજર દિવંગત બિપિન રાવતે સોફિયા અંગે કહ્યું હતું કે, “સેનામાં, અમે સમાન તક અને સમાન જવાબદારીમાં માનીએ છીએ. અહીં પુરુષ અને મહિલા અધિકારીઓ વચ્ચે કોઈ તફાવત નથી. સોફિયા કુરેશીને ફક્ત એટલા માટે પસંદ કરવામાં આવી ન હતી કે તે એક મહિલા છે, પરંતુ એટલા માટે કે તેની પાસે નેતૃત્વના ગુણો છે અને તે જવાબદારીઓ પૂર્ણ કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.”