1.40 લાખના દાગીના ચોરી કરનાર સગીર નીકળ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
ધ્રાંગધ્રા શહેરની સની તલાવડી વિસ્તારમાં રહેતા એક પરિવારના રહેણાક મકાન પર ઉપરના માળે રૂમના કબાટમાંથી કોઈ અજાણ્યો શખ્સ જુદા જુદા સોનાના દાગીના કિંમત 1.40 લાખ રૂપિયાના ચોરી કરી ગયો હોવાની જાણ મકાન માલિકને થતાં જ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવ્યો હતો જ્યારે આ પ્રકારની ચોરી અંગે સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી પીઆઇ જે.જે.જાડેજા, દશરથભાઈ રબારી, જયપાલસિંહ સહિતનાઓ દ્વારા અંગત બાતમીદારો અને હ્યુમન સ્યોર્સિસની મદદથી તપાસ આદરી હતી
- Advertisement -
જેમાં એક સગીર બાળક સોનાના દાગીના વેચાણ કરવાની પેરવી કરતો હોવાની જાણ તથા એલ.સી.બી ટીમ દ્વારા ડી.સી.ડબલ્યુ સર્કલ નજીકથી સોનાના દાગીના સાથે સગીરને ઝડપી લીધો હતો જ્યારે તેની પાસેથી જુદા જુદા સોનાના દાગીના જેમાં વીટી, હાર, બુટ્ટી સહિત કુલ 1.40 લાખની મત્તા હાથ લાગી હતી જ્યારે એલ.સી.બી સ્ટાફની પૂછપરછમાં ભાંગી પડેલ સગીર દ્વારા સોની તલાવડી વિસ્તારમાંથી ચોરી કર્યાનો ગુન્હો કબૂલતા પોલીસે સગીરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.