1.77 લાખનો દારૂ કબજે : નાસી છૂટેલા બુટલેગરની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
- Advertisement -
રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા એસપી જયપાલસિંહ રાઠોડની સૂચના અન્વયે ગરમે એલસીબીએ જેતપુરના મોણપર ગામે દરોડો પાડી 1.77 લાખનો દારૂ કબજે કરી નાસી છૂટેલા બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.જી. બડવાની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે જેતપુરના મોણપર ગામે વાડીના ગોડાઉનમાં આ જ ગામના ઉદય જગદીશ ઉર્ફે કટુ ધાધલએ પોતાની વાડીમાં દારૂ છુપાવ્યો આ બાતમી આધારે રાજકોટ રૂરલ એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન ગોડાઉનમાથી 1536 બોટલ દારૂ મળી આવતા રૂ.1.77 લાખનો દારૂ કબ્જે કરી જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સ્થળ પર આરોપી હાજર ન મળી આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.



