લોકોને સસ્તાં દરે લોન મળી રહે તે હેતુસર રાજકોટ પોલીસ તંત્ર દ્વારા આયોજન
ખોવાયેલા મોબાઈલને પોલીસ કમિશનરના હસ્તે મૂળ માલિકને પરત આપવામાં આવ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં વ્યાજખોરીના દૂષણને ડામી દેવા રાજ્ય સરકારના ગૃહ વિભાગના આદેશ બાદ વ્યાજખોરો સામે પોલીસ તંત્ર દ્વારા અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે જેમાં ઊંચા દરનું વ્યાજ વસૂલ કરનાર ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યા છે ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરી સામે લોકદરબાર પણ યોજાઇ રહ્યા છે આ ઉપરાંત જરૂરિયાત મંદ લોકોને સસ્તા દરે લોન મળી રહે તે હેતુસર રાજકોટ પોલીસ તંત્ર દ્વારા બેન્કો સાથે ટાઈઅપ કરી લોનમેળા યોજાઈ રહ્યા છે. ત્યારે આજરોજ રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિવિધ બેન્કોના સ્ટોલ ઉભા કરીને જરૂરિયાતમંદ લોકોને લોન આપવામાં આવી હતી. આ સાથે જ પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલા ખોવાયેલા મોબાઈલ ફોન પણ પોલીસ કમિશનરના હસ્તે મૂળ માલિકને પરત આપવામાં આવ્યા હતા. શહેર પોલીસ દ્વારા યોજાયેલા લોનમેળાનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.