નિયમ તમારાં સુરક્ષા માટે છે, તકલીફ માટે નહીં
સહકાર આપશો તો સેવા, બેદરકારી રાખશો તો કાર્યવાહી
- Advertisement -
કાયદાનો અમલ ભયથી નહીં, વિશ્ર્વાસથી થાય તે રીતે પારદર્શક કાર્યવાહી થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા વર્ષ 2025ના અંતિમ દિવસે આરટીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ ખાતે કાર્યરત કેતનકુમાર મથુરભાઈ ખપેડની વડોદરા ખાતે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. તેમની ખાલી પડેલી જગ્યા પર ભાવનગરના આર.ટી.ઓ. ઇન્દ્રજિત સુરેશભાઈ ટાંકને રાજકોટના નવા અને કાયમી આર.ટી.ઓ. તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે ખાસ ખબર ન્યૂઝના રીપોર્ટર કૌશીક ગોંડલીયાએ નવ નિયુક્ત આરટીઓના યુવા અધિકારી ઇન્દ્રજિત ટાંક સાથે મુલાકાત લઇ રાજકોટ શહેરના ટ્રાફિક મુદ્દે ચર્ચા કરી હતી. છઝઘ ઑફિસર ઇન્દ્રજીત ટાંકે જણાવ્યુ કે રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસના ઓફિસર માત્ર દસ્તાવેજો મંજૂર કરનાર અધિકારી જ નહીં, પરંતુ રસ્તા પરની સુરક્ષા, કાયદાનું પાલન અને નાગરિકની સેવા મુખ્ય હોય છે. જેમાં અકસ્માત ઘટાડવા માટે હેલ્મેટ-સીટબેલ્ટ અમલ, સ્પીડ કંટ્રોલ, ડ્રંક ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી અને નિયમિત ચેકિંગ તેમજ કાયદાનો અમલ ભયથી નહીં, વિશ્વાસથી થાય તે રીતે પારદર્શક કાર્યવાહી કરવી જોઇએ. ત્યારે છઝઘ ઑફિસર તરીકે અરજદારને લાઇસન્સ, વાહન નોંધણી, ટ્રાન્સફર, ફિટનેસ, પરમિટ જેવી મહત્વની સેવાઓ સમયસર અને સરળ રીતે ઉપલબ્ધ થાય તેવા પ્રયાસ રહેશે. આ ઉપરાંત શાળા, કોલેજ, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકોને સમજ આપવામાં આવશે. ખાસ કરીને બ્લેક સ્પોટ ઓળખી તંત્ર સાથે સમન્વય કરી સુધારા વધારા કરાવા ખૂબ જરૂરી હોય તેને પ્રાથમિકતા આપવામાં આવશે. ઇ-ગવર્નન્સ, ઑનલાઇન સેવાઓ, ઈઈઝટ, ઇ-ચલાન અને ડિજિટલ રેકોર્ડ દ્વારા કાર્યક્ષમતા વધારો કરવામાં આવશે. અંતમાં જણાવ્યુ કે છઝઘ ઓફિસરનો હેતુ દંડ વસૂલવવાનો નહીં, પરંતુ જીવન બચાવવાનો હોવો જોઈએ તેમજ કાયદો કાગળ પર નહીં, રસ્તા પર દેખાવવો જોઇએ. ટ્રાફિક અંગેના જે કોઇ નિયમો છે તે સુરક્ષા માટે છે લોકોને તકલીફ આપવા માટે નહીં. ત્યારે સૌથી મોટી સમસ્યા ટ્રાફિકને નિવારવા માટે રાજકોટ શહેર સહકાર આપશે તો સેવા અને બેદરકારી રાખશે તો કાર્યવાહી થશે તે નિશ્ચિત છે.
- Advertisement -
રાજકોટના નવનિયુક્ત આરટીઓના યુવા ઑફિસર ઇન્દ્રજીત ટાંકની પ્રેરક યાત્રા
રાજકોટ છઝઘના નવા અધિકારી તરીકે ઇન્દ્રજીત ટાંક મૂળ અમદાવાદના વતની છે. ઇન્દ્રજીત ટાંકની કારકિર્દી નિષ્ઠા, પરિશ્રમ અને સમાજહિતના સ્પષ્ટ દૃષ્ટિકોણથી ભરપૂર રહી છે. વર્ષ 2015માં નડીયાદ ખાતે આસીસ્ટન્ટ ઇન્સપેક્ટર તરીકે પ્રથમ પોસ્ટિંગથી તેમની સેવા શરૂ થઈ. ભૂજ અને બનાસકાંઠા જેવા પડકારસભર વિસ્તારોમાં કામ કરતાં તેમણે અનુભવથી ઘણું શીખ્યું છે. ત્યારબાદ 2017માં ગાંધીનગર કમિશ્નર ઓફિસમાં ફરજ બજાવી વહીવટી સમજ વિકસાવી છે. 2018માં ગોધરા આસીસ્ટન્ટ છઝઘ તરીકે જવાબદારી સંભાળી, પછી ભાવનગર અને અમરેલીમાં ચાર વર્ષ સેવા આપી. ભાવનગર-અમરેલીમાં તેમણે ટ્રાફિક અવેરનેસના અનેક કાર્યક્રમો યોજી જનજાગૃતિને પ્રાથમિકતા આપી હતી. ટ્રાફિક સુરક્ષા અંગે લખવાનો શોખ અને વાંચનની ટેવ તેમની કામગીરીને મજબૂત પીઠબળ આપે છે. ધોરણ 1થી 12 સુધી અમદાવાદમાં અભ્યાસ અને ટૠઊઈમાંથી એન્જિનિયરિંગ પૂર્ણ કરી, સંયુક્ત પરિવારમાં માતા-પિતા, પત્ની-પુત્ર અને બહેન સાથેના સંસ્કારોએ તેમને મૂલ્યઆધારિત સેવા માટે પ્રેર્યા છે. વર્ષ 2025ના અંતિમ દિવસે રાજકોટ છઝઘ તરીકે કાયમી નિમણૂક મેળવતા ઇન્દ્રજીત ટાંકની કામગીરીથી હવે શહેરમાં ટ્રાફિક શિસ્ત, માર્ગ સલામતી અને નાગરિક સેવાઓને નવી દિશા મળશે.



