ટ્રાફિક પોલીસ સરાહનીય કામગીરી
કાયદો તમામ માટે સમાન હોય છે. નેતાઓ, અધિકારીઓ કે સામાન્ય નાગરિક કાયદા તમામને લાગૂ પડે છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ટ્રાફિક પોલીસે પોલીસ નંબર પ્લેટવાળી કારને લોક કરી છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બનતી જાય છે. લોકો આડેધડ વાહનો પાર્ક કરતા હોય છે જેને લઈને ટ્રાફિક પોલીસના અધિકારીઓ વાહનોનું ટોઈંગ કરે છે ત્યારે આજે એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. પોલીસ નેમ પ્લેટવાળી કારને જ ટ્રાફિક પોલીસે લોક કરી દીધી છે. પોલીસ નંબર પ્લેટવાળી કારમાં નંબર પ્લેટ પણ નથી. આમ કાયદા અને નિયમો તમામ માટે સરખા છે. તેવું સાબિત રાજકોટ ટ્રાફિક પોલીસે કરી બતાવ્યું છે.