લોન્ચિંગ કાર્યક્રમમાં અભિનેતા મલ્હાર ઠાકર અને સમાજના શ્રેષ્ઠીઓની વિશેષ ઉપસ્થિતિ
રાજકોટના જાણીતા એવા પુજારા ટેલિકોમની સફળતામાં વધુ એક સોપાન ઉમેરાયું છે.

- Advertisement -
હનુમાન જયંતિના પાવન પર્વના દિવસે પુજારા ટેલિકોમ દ્વારા ગઢડા ખાતે પુજારા ટેલિકોમના એક્સપિરિયંસ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ લોન્ચિંગ કાર્યક્રમમાં પુજારા ટેલિકોમના મેનેજિંગ ડિરેકટર યોગેશ પુજારા, પુજારા ટેલિકોમના બ્રાન્ડ એમ્બેસેડર અભિનેતા મલ્હાર ઠાકર, ગઢડા મંદિરના સંતો-મહંતો અને સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
શ્રેષ્ઠ મેનેજમેન્ટ કરીને મેનેજિંગ ડિરેકટર યોગેશ પુજારાએ પુજારા ટેલિકોમને અનેક વિશેષ સિદ્ધીઓ હાંસલ કરાવી છે.

ગઢડા ખાતે એક્સપિરિયંસ સેન્ટર ખોલવા બદલ સૌએ યોગેશ પુજારાને શુભેચ્છાઓ પાઠવી હતી.


