સાબુથી હાથ ધોવા, સ્તનપાન, RSO તૈયારી, સામુદાયિક સ્વચ્છતા સહિતની મહત્વપૂર્ણ માહિતી મળશે
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
આંકોલવાડી અને ધાવાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછારના હસ્તે ORS અને ઝિંક કોર્નરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ORS અને ઝિંક કોર્નર પરથી સાબુથી હાથ ધોવા, સ્તનપાન, ORS તૈયારી, રોટાવાયરસ રસીકરણ, સામુદાયિક સ્વચ્છતા અને સ્વચ્છ પીવાના પાણી સહિતની મહત્વપૂર્ણ માહિતી મળશે
- Advertisement -
ઝાડાને કારણે થતા બાળ મૃત્યુને શૂન્ય હાંસલ કરવાના અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી પ્લાન ઈન્ડિયા દ્વારા અમલિત સેલ્ફ-કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અંડર 5 પ્રોજેક્ટ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
માતા અને બાળ મૃત્યુદરને અટકાવવા માટે આજે માતાઓ અને બાળકો માટે તાલાલા તાલુકાના આંકોલવાડી અને ધાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવીન ORS અને ઝિંક કોર્નરનું જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મૂછાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અરૂણ રોય અને આંકોલવાડીના સરપંચશ્રી સેજલબેન વઘાસીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વીન ઉભા કરાયેલા ORS અને ઝિંક કોર્નરમાં સાબુથી હાથ ધોવા, સ્તનપાન, WHO તૈયારી, 14 દિવસ ઝીંક સારવાર, રોટાવાયરસ રસીકરણ, સામુદાયિક સ્વચ્છતા અને સ્વચ્છ પીવાના પાણી સહિત વ્યાપક ઝાડા નિયંત્રણ માટે ઠઇંઘ ની 7-પોઇન્ટ યોજના પર મહત્વપૂર્ણ માહિતી મળી રહેશે.