-ગઈકાલે ઓપનિંગમાં બોલીવુડ, ક્રિકેટ, ઉદ્યોગ જગત સહિત દેશની સેલિબ્રિટીઓનો મેળાવડો જામ્યો હતો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આજે ભારતમાં ટોપ-એન્ડ, ગ્લોબલ સ્ટાન્ડર્ડના શોપિંગ અને મનોરંજનના અનુભવો માટે એક ઇમર્સિવ રિટેલ ડેસ્ટિનેશન જિયો વર્લ્ડ પ્લાઝાના પ્રારંભની જાહેરાત કરી છે. મુંબઈના મધ્યમાં બી.કે.સી.માં વ્યૂહાત્મક રીતે આવેલું જિયો વર્લ્ડ પ્લાઝા (જે.ડબ્લ્યૂ.પી.) નવેમ્બર 1, 2023ના રોજથી જાહેર જનતા માટે શરૂ થઈ રહ્યું છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર અને જિયો વર્લ્ડ ગાર્ડન સાથે પ્લાઝા એકીકૃત રીતે જોડાયેલું છે, જેનાથી તે મુલાકાતીઓ માટે સરળતાથી મુલાકાત લઈ શકાય તેવું સ્થળ બની રહેશે.
- Advertisement -
#WATCH | Reliance Industries chairperson Mukesh Ambani, founder and chairperson of Reliance Foundation Nita Ambani and their daughter Isha Ambani at the red carpet event of the launch of Jio World Plaza in Mumbai. pic.twitter.com/d8N66FoM6i
— ANI (@ANI) October 31, 2023
- Advertisement -
પ્લાઝાના પ્રારંભ વિશે બોલતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “જિયો વર્લ્ડ પ્લાઝાની અમારી કલ્પનાનો હેતુ શ્રેષ્ઠ વૈશ્વિક બ્રાન્ડને ભારતમાં લાવવાનો તેમજ ટોચની ભારતીય બ્રાન્ડ્સના કૌશલ્ય તથા કારીગરી તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો; અને તેના થકી એક ખૂબ જ અનોખો રિટેલ અનુભવ તૈયાર કરવાનો છે. ઉત્કૃષ્ટતા, નવીનતા અને ગ્રાહક અનુભવને વધારવાની અમારી ધગશ અમને દરેક સાહસમાં આગળ ધપાવી રહી છે.”
#WATCH | Mumbai | Founder and chairperson of Reliance Foundation Nita Ambani says, "Jio World Plaza is not only going to be the best mall in India but I hope it will become the best mall in the world. Definitely, we are really looking forward to it…Today is an ode to all the… pic.twitter.com/nX5n0PLT8Y
— ANI (@ANI) October 31, 2023
આ પ્લાઝા રિટેલ, લેઇઝર અને ડાઇનિંગ માટે એક વિશિષ્ટ હબ બને તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. 7,50,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ચાર લેવલમાં ફેલાયેલું આ પ્લાઝા, અહીં 66 લક્ઝરી બ્રાન્ડ્સની પ્રભાવશાળી શ્રેણી ધરાવે છે. ભારતીય બજારમાં નોંધપાત્ર રીતે આવનારી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સમાં બેલેન્સિયાગા, જ્યોર્જિયો અરમાની કેફે, પોટરી બાર્ન કિડ્સ, સેમસંગ એક્સપિરિયન્સ સેન્ટર, ઇએલએન્ડએન કાફે અને રિમોવાનો સમાવેશ થાય છે.
વેલેન્ટિનો, ટોરી બર્ક, વાયએસએલ, વર્સાચે, ટિફની, લાડુરી અને પોટરી બાર્નના પ્રથમ સ્ટોર્સનું મુંબઈમાં સ્વાગત છે, જ્યારે મુખ્ય ફ્લેગશિપ્સમાં લુઈસ વિટન, ગુચી, કાર્ટિયર, બેલી, જ્યોર્જિયો અરમાની, ડાયો, વાયએસએલ અને બલ્ગારી જેવી અન્ય પ્રતિષ્ઠિત બ્રાન્ડનો સમાવેશ થાય છે.
#WATCH | Mukesh Ambani-Nita Ambani with their son Akash Ambani and daughter-in-law Shloka Mehta at the red carpet event of the launch of Jio World Plaza in Mumbai. pic.twitter.com/0WNpHCHzUQ
— ANI (@ANI) October 31, 2023
જે.ડબ્લ્યૂ.પી.માં મનીષ મલ્હોત્રા, અબુ જાની-સંદીપ ખોસલા, રાહુલ મિશ્રા, ફાલ્ગુની અને શેન પીકોક તથા આરઆઇ બાય રિતુ કુમાર જેવા પ્રખ્યાત ડિઝાઇનરોના સ્ટોર પણ છે.
કમળના ફૂલ અને કુદરતના અન્ય તત્વોથી પ્રેરિત પ્લાઝાનું માળખું યુનાઇટેડ સ્ટેટ્સમાં મુખ્ય મથક ધરાવતી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય આર્કિટેક્ચર અને ડિઝાઇન ફર્મ ટીવીએસ અને રિલાયન્સ ટીમ વચ્ચેના સહયોગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. શોપિંગના આ મહાકૂંભમાં શિલ્પ સ્તંભો કાળજીપૂર્વક મૂકવામાં આવ્યા છે જે આ સ્થળના મનોરમ્ય દૃશ્યમાં એવી રીતે ગૂંથાયેલા છે કે જોનાર દંગ રહી જાય. માર્બલથી ઢંકાયેલું ભોંયતળિયું, ઊંચી તિજોરી જેવી લાગતી છત અને ખાસ સૌમ્ય લાઇટિંગનું કળાત્મક પરિદૃશ્ય એક બેકડ્રોપ તૈયાર કરવા માટે સુમેળભર્યું બની રહે છે અને તે ભવ્યતાનું ઉદાહરણ પણ આપે છે.
#WATCH | Reliance Industries chairperson Mukesh Ambani with his son Anant Ambani, to-be daughter-in-law Radhika Merchant and daughter Isha Ambani at the red carpet event of the launch of Jio World Plaza in Mumbai. pic.twitter.com/Om5LlKjK4h
— ANI (@ANI) October 31, 2023
પર્સનલ શોપિંગ આસિસ્ટન્સ, વી.આઇ.પી. સહાયક, ટેક્સી-ઓન-કોલ, વ્હીલચેર સેવાઓ, બેગેજ ડ્રોપ સાથે હેન્ડ્સ-ફ્રી શોપિંગ, બટલર સેવા અને બેબી સ્ટ્રોલર્સ જેવી સેવાઓ પ્લાઝાની ગ્રાહક પ્રત્યેની પ્રતિબદ્ધતામાં ઉમેરો કરે છે.
#WATCH | At the red carpet event of the launch of Jio World Plaza in Mumbai, Reliance Industries chairperson Mukesh Ambani says, "This is a very special evening for both Nita and me as parents. It is our time today to applaud the work that Isha has done as a leader in Reliance… pic.twitter.com/Hz3oTyZgUU
— ANI (@ANI) October 31, 2023
આજે શ્રીમતી નીતા અંબાણીના જન્મદિવસે જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું જીયો વર્લ્ડ પ્લાઝા. ગઈકાલે તેની ઓપનિંગ સેરેમનીમાં દેશની અનેક જાણીતી સેલિબ્રિટીઓ હાજર રહી. રણવીર દીપિકા, સુનીલ શેટ્ટી, સલમાન ખાન, વિકાસ ઓબેરોય, શુભમન ગિલ, સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા.