ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સિવિક એન્ગેજમેન્ટ અને સિટી બ્યુટીફીકેશન અંતર્ગત દિનદયાલ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન, સામાજિક ગતીશીલતા અને સંસ્થાગત વિકાસ અંતર્ગત કાર્યરત સખી મંડળ/ સ્વ.સહાય જુથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ-વસ્તુઓના વેંચાણ માટે ક્રાફટ બજારનો પ્રારંભ મેયર ગીતાબેન પરમારના હસ્તે કરવામાં આવેલ હતો. આ ક્રાફટ બજાર તા.14 મકરસંક્રાંતી રોજ સુધી શહેરના એજી સ્કુલ ગ્રાઉન્ડ ખાતે શરૂ રહેશે.
સ્વ-સહાય જૂથની બહેનોએ બનાવેલી ચીજવસ્તુ માટે ક્રાફટબજારનો પ્રારંભ
