ફ્લેગઓફ કરી મેયરના હસ્તે લોકાર્પણ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે 10 નવા ટીપર ટ્રકની ખરીદી કરી છે જેનું લોકાર્પણ મેયર નયનાબેન પેઢડીયાના વરદહસ્તે કરવામાં આવ્યું છે. આજરોજ રાજકોટ મનપા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ઉપયોગ માટે કેન્દ્ર સરકારની 15મી નાણા પંચની વર્ષ 2020-21ની ગ્રાન્ટમાંથી રૂા. 3.99 કરોડના ખર્ચે ટીપર ટ્રકની ખરીદી કરવામાં આવી છે. આ ટ્રકના ઉપયોગથી શહેરના ખુલ્લા પ્લોટ અને ક્ધસ્ટ્રકશન વેસ્ટના નિકાલની કામગીરી વધુ અસરકારક બનશે.
- Advertisement -
આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સેનિટેશન સમિતિ ચેરમેન નીલેશભાઈ જળુ, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓ- કર્મચારીઓ સહિતના પ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.