ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં જનસંઘી અગ્રણી દીવંગત નારસિંહભાઇ પઢીયારની ચતુર્થ પુણ્યતીથિ નિમિત્તે શહેરનાં રેડક્રોસ હોલ ખાતે રક્તદાન શિબીર યોજાઇ હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ડો. મહેશ વારાની આગેવાનીમાં આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પ નિ:શુલ્ક સફળતાપૂર્વક યોજાઈ ગયો. રક્તદાન અને નિદાન સારવાર કેમ્પને રાજ્યનાં રાજ્યના પુશપાલન રાજ્યમંત્રી દેવાભાઈ માલમે દીપ પ્રાગટ્ય ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, મહંત શ્રી સંપૂર્ણાનંદજી, વિચિત્રાનંદજી, મહાદેવ ભારતી, મહાદેવગીરી સહિતના સંતોએ દિવંગત નારસીંહભાઇને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ તકે ગુજરાત રાજ્ય ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, હરેશભાઈ પરસાણા, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, પુનિતભાઈ શર્મા, મહામંત્રી શૈલેષભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ. નારસીંહભાઇનાં રાજકીય હમસફર રહી ચુકેલા અને આજે શતાયુપાર તંદુરસ્ત જીવન જીવતા પૂર્વ ધારાસભ્ય રત્નાબાપા ઠુંમર પોતાનાં બે પુત્રોને રક્તદાન શિબીરમાં રક્તદાતા તરીકે સહયોગી બનાવી અનેરી ભાવાંજલી અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં આર્યુવેદ કેમ્પનો 400 લોકોએ લાભ લીધો હતો અને 51 જેટલા રક્તદાતાએ રક્તદાન કરીને સ્વ. નારસિંહભાઈ પઢિયારને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમ યોગેન્દ્રસિંહ (યોગીભાઇ) પઢિયારે જણાવ્યું હતું.