રેલ્વે સ્ટેશન પર ચા વેચતા બચ્ચાં સાથે આપણને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ય યાદ આવી જાય પણ આ બધી વાતો ઉપરાંત છેલ્લો શો ફિલ્મની કમાલ એ છે કે તેની આખી સ્ટારકાસ્ટમાં એકપણ ચહેરો જાણીતો નથી
ફાઈનલી, એવી ગુજરાતી ફિલ્મ બની ખરી કે જોયા પછી, રીતસરનો લખ-વા ઉપડે. તમે અન્ય હિન્દી, અંગે્રજી કે મલાયલમ ફિલ્મ કે વેબસિરિઝ પર લખવાનું મૂલત્વી રાખો અને છેલ્લો શો ફિલ્મને પ્રાયોરિટી આપો કારણકે આ ફિલ્મ અનેક રીતે અલગ છે. નેશનલ એવોર્ડ મેળવી ગયેલી ધ ગૂડ રોડ જેવી એ વાહિયાત નથી કે હેલ્લારો ફિલ્મની જેમ સમાજની કુવ્યવસ્થાની કે રેવાની જેમ આધ્યાત્મ-ફાધ્યાત્મના ઢોલનગારાં પીટતી નથી. પાન નલિનની ઓસ્કારના આંગણે પહોંચી ગયેલી (જીતવાની પૂરી શક્યતા પણ છે જ) ગુજરાતી ફિલ્મ છેલ્લો શો એટ્રેકશન અને પેશનને કચકડે મઢતી સિનેમેટિક જર્ની છે. આમ તૌર પર આર્ટ મૂવીને ધીમી ગતિએ જ ફિલ્માવવાની યા પ્રેઝન્ટ કરવાની હિન્દી સિનેમામાં વાહિયાત પરંપરા છે પણ તમારામાં લખવાનું કૌવત અને વાર્તા કહેવાની કુનેહ હોય તો નલિનકુમાર રમણીકલાલ પંડયા યાનિ કી પાન નલિનની જેમ છેલ્લો શો ફિલ્મ બનાવી શકો છો, એ પૂરવાર થઈ ગયું છે. છેલ્લો શો ની વાર્તા વનલાઈનર સમી છે. સ્ટેશન પર ચા વેચતો છોકરો સિનેમા-ચિત્રપટના પ્રેમમાં પડે છે.. બસ, આટલી અમથી વાત પરથી પાન નલિને છેલ્લો શો નામની ગુજરાતી ફિલ્મ બનાવી છે. (હવે જાણીતી વાત છે એ મુજબ), આ ફિલ્મ માટે પાન નલિને પોતાનો બોરિવલીનો ફલેટ વેચીને પ્રારંભિક ફંડ ઉભું ર્ક્યું હતું પણ છેલ્લો શો ફિલ્મ કદાચ, પાન નલિનને મુંબઈમાં પાંચ ફલેટ અપાવી દે તેવી બળકટ બની છે. ચલાલા રેલ્વે જંકશન (અમરેલી જિલ્લો) પર ચાની કેન્ટિન ચલાવતાં પિતા (દિપેન રાવલ) નો પુત્ર સમય (ભાવિન રબારી) ટ્રેનમાં અમરેલીની શાળામાં ભણી આવ્યા પછી સ્ટેશન પર આવતી ટ્રેનના પેસેન્જરોને ચા વેચે છે. સમયની માતા (રિચા મીના) દરરોજ સરસ રસોઈનું ટિફિન નિશાળે જતાં પુત્રને કરી દે છે અને નાની
- Advertisement -
દીકરીને સાચવે છે… એક દિવસે બાપા આખા પરિવારને ટ્રેનમાં અમરેલી લઈ જઈને ફિલ્મ દેખાડે છે કારણકે એ ધાર્મિક ફિલ્મ (મા મહાકાળી) છે. લઈ જતી વખતે જ એ પુત્ર સમયને તાકિદ કરે છે : જોઈ લેજે ફિલ્મ઼ આ તારો પહેલો અને છેલ્લો શો છે…
લવ એટ ફર્સ્ટ સાઈટ. જિંદગીમાં પ્રથમ વાર બાંકડે બેસીને ફિલ્મ જોનારો સમય તો આ ચિત્રપટના આભામંડળથી અંજાઈ જાય છે પણ ચા ની કેન્ટિન ચલાવતાં પરિવાર પાસે ફિલ્મની ટિકિટના ફાલતું ફદિયાં તો ક્યાંથી હોય ? નિશાળે જતાં સમય પાસે પણ નહોતાં જ, એથી એ નિશાળમાં ગાબચી મારીને ચોરીછૂપીથી થિયેટરમાં ઘૂસીને ફિલ્મ જૂએ છે પણ ડોરકિપર તેને પકડી પાડે છે પછી…
આ લખનાર ખાત્રીપૂર્વક તો નહીં, પણ અનુમાન કરે છે કે પાન નલિને છેલ્લો શો ફિલ્મમાં કદાચ, પોતાના બાળપણની વાત પણ ગૂંથી લીધી હોય તેવું લાગે છે. ડિરેકટર પાન નલિન મૂળ અમરેલી પંથકના જ છે અને એટલે ફિલ્મમાં અમરેલી, ધારી, ચલાલા, રાજકોટ, ગીરના વિવિધ લોકેશન પણ આબેહૂબ ઝિલાયાં છે. કાર્તિકેય-ટુ ફિલ્મમાં આપણું ારકા જોઈને વિચાર આવેલો કે આપણા ગુજરાતી સર્જકો ક્યારેય આ રીતે ગુજરાત યા સૌરાષ્ટ્રને દેખાડી શકશે ? છેલ્લો શો જોઈને ફરી એ લાગણી તીવ્ર થઈ ગઈ કે આપણા ગુજરાતી મેકરો ફિલ્મોના નામે ગાંડા જ કાઢે છે. ખેર, પાન નલિનની અટક પંડયા છે તો છેલ્લો શોના હિરો સમયનો પરિવાર પણ ભૂદેવનો જ છે. એક શ્યમાં તો પિતા કહે પણ છે, ફિલ્મો-બિલ્મો ભૂલી જાવ, આપણે બ્રાહ્મણ છીએ…
… તો બ્રાહ્મણ ચા વેચી શકે ? નાનકડો સમય નિર્દોષતાથી પૂછે છે.ભૂદેવોની ભોજન-પ્રિતી જાણીતી છે. છેલ્લો શો માં સમયની માતાને ટિફિન ભરતાં પહેલાં ભરેલો ભીંડો, ભરેલાં રિંગણા, પતરવેલિયાં અને દાળઢોકળી બનાવતાં એટલી સરસ રીતે દેખાડવામાં આવ્યા છે કે ભૂદેવ પાન નલિનને બિરદાવવાનું મન થાય. રેલ્વે સ્ટેશન પર ચા વેચતા બચ્ચાં સાથે આપણને વડાપ્રધાન નરેન્ મોદી ય યાદ આવી જાય પણ આ બધી વાતો ઉપરાંત છેલ્લો શો ફિલ્મની કમાલ એ છે કે તેની આખી સ્ટારકાસ્ટમાં એકપણ ચહેરો જાણીતો નથી અને તેની કોઈ જરૂર પણ લાગતી નથી. તમારી પાસે નક્કર કે ઠોસ કહેવાનું હોય તો જોવા-સાંભળવા માટેનું આકર્ષણ આપોઆપ પ્રગટે છે અને આ દમખમ છેલ્લો શો માં છે.
સ્વપ્નિલ સોનવાણેના કેમેરાએ ફિલ્મને ઓથેન્ટિક બનાવી છે તો પાન નલિનની સ્ક્રીપ્ટ પરફેકટ છે. સિનેમાનું વળગણ થઈ ગયા પછી સમય અને તેના પાંચ છ ચડૃીદોસ્તારો (રાહુલ કોળી નામના એક બાળકનું હમણાં જ અવસાન થઈ ગયું) જે રીતે સિનેમાનો આભાસ ઉભો કરે છે અને જે રીતે સાયકલની વ્હીલ પ્લેટ, સિવણ સંચા જેવા સાધનોની મદદથી પોતાનું મૂવિંગ-થિયેટર બનાવે છે, એ શ્યો ખરેખર કલ્પનાતીત લાગે છે અને અંત જોઈને તમને પણ લાગશે કે…
પાન નલિન ધારે તો પહેલો શો નામની સિક્વલ પણ બનાવી શકે છે. એ બને તો બંદા ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો ની ટિકિટ બ્લેકમાં ખરીદીને જશે.
- Advertisement -
અંજલિ CBI
બે કલાક અને પચાસ મિનિટ. એડિટ ર્ક્યા પછી આ લેન્થની ફિલ્મને દર્શકો સમક્ષ્ા મૂક્વી હોય તો પ્રોડકટ પર પૂરતો ભરોસો જોઈએ અને તામિલ રાઈડર-ડિરેકટર આર. અજય ગ્યાનમુથુમાં એ હતો એટલે જ તેણે (હિન્દી ડબ નામ) અંજલિ સીબીઆઈ નામની ફિલ્મ બનાવેલી, જે પ્રમાણમાં બહુ પસંદ પણ કરવામાં આવી છે. આ ફિલ્મની હાઈલાઈટસ તો જો કે રાઈટર – ડિરેકટર – એકટર અનુરાગ કશ્યપ છે. ફિલ્મમાં તેણે રૂા નામના સિરિયલ કિલરનું કિરદાર ભજવ્યું છે પણ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ, એવા સિરિયલ કિલરની વાત અંજલિ સીબીઆઈ માં નથી. ફિલ્મના નામથી જ સ્પષ્ટ છે કે તેનું સેન્ટર કેરેકટર સીબીઆઈની ઓફિસર અંજલિ (નયનતારા) છે.
પાંચેક વરસ પહેલાં અંજલિએ જ એન્કાઉન્ટરમાં રૂા નામના સિરિયલ કિલરને શૂટ કરી દીધો હતો પણ ફરી પાછો એ પ્રગટ થયો છે. આ રૂા (અનુરાગ કશ્યપ) ની વિશેષતા એ છે કે એ જાણ ર્ક્યા પછી પોતાના શિકાર પર તરાપે છે. તેને છોડવાના બે કરોડ વસુલે છે અને પછી અપહત વ્યક્તિની લાશ જ મળે છે…
સિરિયલ કિલર દરેક વખતે ઈચ્છે છે કે ઓફિસર અંજલિ જ મિડલ-વુમન રહે. અંજલિ સહિત કોઈને રૂાની સચ્ચાઈ ખબર નથી પડતી. એક મત એવો પણ છે કે પાંચ વરસ પહેલાં રૂા કદાચ, મર્યો જ નથી અને ફરી પ્રગટ થઈને પોતાના પરાક્રમ કરી રહ્યો છે.ઘટનાક્રમ એવી રીતે બને છે કે સીબીઆઈ ઓફિસર અંજલિના ભાઈ પર જ સિરિયલ કિલર હોવાનો આરોપ લાગે છે અને… બે કલાક અને પચાસ મિનિટની અવધિ ધરાવતી અંજલિ સીબીઆઈ માં અનેક ટર્ન એન્ડ ટવિસ્ટ આવે છે અને તમે બાંધેલી તમામ ધારણાઓથી અલગ જ હકિક્ત છતી રહે છે. ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર છે. દિલધડક થ્રિલર, સસ્પેન્સ ઉપરાંત અનુરાગ કશ્યપ માટે આ ફિલ્મ જોઈ શકાય. અમે એટલે જ જોઈ અને પ્રસન્ન થયા.



