ગેરકાયદે દબાણ કરતા બુટલેગરો સામે જૂનાગઢ પોલીસની ધોંસ
જયશ્રી રોડ, દાતાર રોડ અને પ્રદીપ ખાડિયા વિસ્તરામાં કામગીરી
- Advertisement -
ધાર્મિક દબાણો સાથે આરોપીઓના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
સમગ્ર ગુજરાતમાં સરકારી જમીન પર ગેયકાયદે દબાણો કરતા અસામાજિક તત્વો અને બુટલેગરો સામે રાજ્યના પોલીસ વડા દ્વારા આપવામાં આવેલ 100 કલાક ડ્રાઈવ અંર્તગત જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એસપી ભગીરથ સિંહ જાડેજાની સૂચના અનુસાર ડીવાયએસપી હિતેશ ધાંધલિયા માર્ગદર્શનમાં શહેરના એ.ડિવિઝન અને બી.ડિવિઝન પોલીસ દ્વારા જયશ્રી રોડ, દાતાર રોડ અને પ્રદીપ ખાડિયા વિસ્તારમાં ત્રણ આરોપીઓના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું અને 2 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવેલ હતી આમ ધાર્મિક દબાણો સાથે બુટલેગર સામે પોલીસ લાલ આંખ કરીને ધોંસ બોલાવી હતી. જૂનાગઢમાં 3 ગુનેગારોએ 2.04 કરોડની જમીન પર કરેલા દબાણ પર અંતે બુલડોઝર ફેરવી દઈ મકાન, 2 દુકાન અને ગેરેજનું ડિમોલિશન કરી 485 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. ગુજસીટોક મુખ્ય આરોપી રાજુ સોલંકીની ગેંગ વિરુદ્ધ 26 ગુના નોંધાયા હતા. આ ગેંગનો સક્રિય સભ્ય તથા રાજુ સોલંકીનો ભાઈ જયેશ ઉર્ફે જવો ઉર્ફે સાવન બાવજી સોલંકી સામે 9 ગુના દાખલ થયા હતા. બંને દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરી ખાડીયા વિસ્તારમાં મકાન બનાવવામાં આવ્યું હતું અને દાતાર રોડ પર બે દુકાનનું બાંધકામ કર્યું હતું. ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શનમાં એ ડિવિઝનના પીઆઈ આર. કે. પરમારની ટીમના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બંનેના 450 ચોરસ મીટર દબાણ પર બુલડોઝર ફેરવી રૂપિયા 1.80 કરોડની જગ્યા ખુલી કરવામાં આવી હતી. આ જ પ્રમાણે 100 કલાકની યાદીમાં સમાવિષ્ટ આરોપી હુસેન ઇસ્માઈલ જાગા વિરુદ્ધ ત્રણ ગુના હોય જેથી તેનું જયશ્રી રોડ પાસે આવેલ ગેરેજ પર પણ બી ડિવિઝનના પીઆઈ ગોહિલની બુલડોઝર ચલાવી રૂપિયા 47 લાખનું 95 ચોરસ મીટર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. પોલીસની કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણ કરનાર અસામાજિક તત્વોમાં ફફડાટ આપી ગયો હતો.
કાળવા નદી કાંઠાનાં દબાણો મનપા દૂર કરે: શહેર કોંગ્રેસ પ્રમુખ
જૂનાગઢ શહેરના નડતરરૂપ હિન્દૂ-મુસ્લિમ ધર્મસ્થળો આપના દ્વારા જે સ્ફૂર્તિથી હટાવવામાં આવે છે એવી જ રીતે કાળવા વોકળા કાંઠે બંધાયેલા ગેર કાયદેસર બાંધકામો હટાવવા સ્ફૂર્તિ દાખવવા મહાનગર પાલિકા પાસે માંગ કરી છે. જૂનાગઢ શહેરમાં નડતરરૂપ હિન્દૂ-મુસ્લિમ ધર્મસ્થળોનું હમણાં થોડા સમયમાં જ ઘણી જગ્યાએ ડિમોલેશન થયું. શહેરના વિકાસ માટે નડતરરૂપ જગ્યાઓનું ડિમોલેશન થાય એમાં અમોને કોઈ જ વાંધો હરકત નથી. પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કાળવાનાં વોકળા કાંઠે તેમજ શહેરની જુદી જુદી જગ્યાએ થયેલ ગેર કાયદેસર બાંધકામો હટાવવા 260(2) ની માત્ર નોટિસ આપી સંતોષ માની લીધો છે. શહેરના કાળવા વોકળા પર એટલી હદે ગેર કાયદેસર બાંધકામો થયાં છે કે પાણી નાં વહેણ જ રહેણાંક વિસ્તારમાં ઘુસવા લાગેલ. જેને લીધે હજુ હમણાં જ વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં ઘુસવા ને કારણે શહેરના મોટા ભાગની સોસાયટીનાં રહીશોની ઘર વખરી તેમજ વાહનોમાં લાખોનું નુકશાન થયેલ. ભવિષ્યમાં કોઈ મોટી જાન હાનિ ન થાય અને આ દબાણો દૂર થાય એના માટે અમારા પક્ષ દ્વારા અને શહેરના આમ નાગરિકો દ્વારા અવાર નવાર રજૂઆતો કરવા છતાં સતા પક્ષનાં બિલ્ડરોનાં દબાણવશ કોઈ નક્કર કામગીરી કરેલ નથી. મહાનગરપાલિકા દ્વારા આવા પ્રકાર નાં ગેર કાયદેસર બાંધકામો હટાવવા કોઈ જ કાર્યવાહી ન થવાને કારણે શહેરના જાગૃત નાગરિકોએ હાઇકોર્ટનો સહારો લેવો પડેલ.



