રાજ્ય સરકારની SOPમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે: અઠવાડિયામાં 2 વખત રેવન્યુ અપીલ બોર્ડ યોજાશે
મિનિસ્ટરી ઑફ ફાયનાન્સ દ્વારા ગ્રામ પંચાયતમાં સરકારી યોજનના કેમ્પો યોજાશે: જૂની શરતમાંથી નવી શરત માટે આવેલી અરજીમાંથી 10,369 અરજી સ્વીકારાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકમેળાના નિયમોમાં કોઈ જ ફેરફાર નહીં થાય. લોકોની સેફ્ટી એ જ મારી પ્રાથમિકતા છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળા ઉપર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. જન્માષ્ટમીના તહેવારોમાં યોજાનાર પાંચ દિવસના આ લોકમેળામાં રાઈડસ સંચાલકો માટે નિયમોમાં બાંધછોડ કરવાની જિલ્લા કલેકટરે ના પાડી દેતા રાઈડસ સંચાલકો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ લોકમેળાઓનો બહિષ્કાર કરે તેવી શકયતા છે. લોકમેળામાં ફજેતફાળકા, ચકડોળ, ચકરડી સહિતની રાઈડસનું જ વિશેષ આકર્ષણ રહેતું હોય છે પરંતુ જો રાઈડસ વગર મેળો યોજાય તો ખાણીપીણીનાં ધંધાર્થીઓ પણ સ્ટોલ ખરીદે નહીં તેવી શકયતા દર્શાવાય છે. જ્યારે કલેક્ટરે વધુ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર અને ગ્રામ્યમાંથી નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા માટે આવેલી અરજીમાંથી 95 ટકા અરજીને સ્વીકારી લેવામાં આવી છે. જ્યારે 10,963 ફાઈલોનો નિકાલ કરાયો છે જૂની જમીનમાંથી 10, 369 જમીનને નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવામાં આવી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 જુલાઈ છે તેમાં કોઈ વધારો નહીં કરવામાં આવે તેમ પણ જણાવ્યું છે. તો આ સાથે જ જો છેલ્લી તારીખ સુધી એકપણ રાઈડ સંચાલકો દ્વારા ફોર્મ ભરવામાં નહીં આવે તો આ વખતે રાઈડ વિના લોકમેળો યોજાશે. જ્યારે મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ દ્વારા 1 જૂલાઈથી 30 સપ્ટેમ્બર સુધી ગ્રામ પંચાયતમાં સરકારી યોજનાના કેમ્પ યોજાશે. જેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના, જીવન વીમા, સુરક્ષા વીમા અને અટલ પેન્શન યોજનાનો લાભ સમજાવવામાં આવશે. જ્યારે આનો પ્રથમ કેમ્પ 1 જૂલાઈના રોજ સરધાર ગામે યોજાયો હતો. આ સિવાય ડિજિટલ ફ્રોડ અંગે પણ માહિતી આપવામાં આવશે. જ્યારે 8 જુલાઈના રોજ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજાશે જ્યારે રેવન્યુ અપીલ બોર્ડના કેસ માટે અઠવાડિયામાં 2 વખત બેઠક થશે.



