ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગઇકાલે ક્લેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબીંગની બેઠક યોજાઇ હતી. જેમાં 13 કેસોમાં સમાધાન થયું અને 4 સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સરકારી જમીનો પર દબાણો કરનારા અને અન્યની મિલકતો પચાવી પાડનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ જિલ્લાના લેન્ડ ગ્રેબીંગના 225 કેસોમાં આસામીઓ હાઇકોર્ટમાં જતા આ કેસોમાં ક્લેક્ટર સમક્ષ હિયરીંગમાં મૂકાય તે પહેલા જ તેના પર સ્ટે આવી જવા પામ્યો છે. જ્યારે જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગના 700 જેટલા કેસોની ફાઇલો તપાસના તબક્કામાં છે. આમ ગઇકાલે મળેલી લેન્ડ ગ્રેબીંગ કમિટીની મિટીંગમાં 13 કેસોમાં સમાધાન થયું છે. અને કુલ 45 કેસો મૂકવામાં આવ્યા હતા. જેમાં 4 પેન્ડિંગ રાખવામાં આવી અને 37 પડતા મૂકાયા હતા. જેમાંથી 13 કેસોમાં સમાધાન થયાનું તંત્ર દ્વારા જણાવ્યું હતું. આ ઉપરાંત 4 કેસોમાં ફોજદારી કાર્યવાહી કરવા પોલીસ તંત્રને સૂચના આપવામાં આવી છે, તેમ ક્લેક્ટર તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
લેન્ડ ગ્રેબિંગની મિટિંગ યોજાઇ: 4 સામે ફોજદારી કાર્યવાહી થશે: ક્લેક્ટર તંત્ર
