આ પ્લોટ અમારો છે, અહિં આવશો તો એટ્રોસિટીની ફરિયાદ કરીશ, કહી ધમકી આપી
પ્લોટ ઉપર મકાન બનાવી ભાડે આપી દેતા વૃદ્ધાએ નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ગોંડલ રોડ ઉપર આંબેડકરનગરમાં રહેતા મોતીબેન માંડાભાઈ ચિરોડિયા ઉ.50 નામના મહિલાએ માખાવડ રહેતા નંદુબેન દાનાભાઈ સોમૈયા અને તેના બે દીકરા કિશન તથા રવિ સામે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
ફરિયાદમાં જણાવ્યું હતું કે મારે સંતાનમાં એક દીકરી અને ચાર દીકરા છે અમે મવડી રેઆણ્યું સર્વે નંબર 99 તથા 100 પૈકીની ઇમારત બાંધવાની મંજૂરીવાળી જમીનના પ્લોટ નંબર 46 પૈકીનો 200 ચોરસ મીટરનો પ્લોટ 2014માં કિશોરભાઇ કોરાટ, અરવિંદભઇ ચૌહાણ અને જયંતીભાઈ લીલા પાસેથી 9.20 લાખમાં ખરીદ કર્યો હતો અમે ત્યાં કોઈ ફેનસિંગ કરી ન હતી અને સમયાંતરે ત્યાં ચક્કર મારવા જતાં ઓગષ્ટ 2014માં હું અને મારા પતિ ત્યાં ગયા ત્યારે પ્લોટમાં ઉપરોક્ત આરોપીઓએ પથ્થર નાખી દીધા હતા જેથી આ પ્લોટ અમારો છે તમે કેમ પથ્થર નાખ્યા કહેતા તેણે આ પ્લોટ અમારો છે હવે પછી અંહિયા આવતા નહીં નહિતર સારાવાટ નહીં રહે કહેતા અમે જતાં રહ્યા હતા બાદમાં 27 મે 2022ના રોજ જઈને જોતાં ત્યાં મકાનનું બાંધકામ ચાલતું હોય અમે આ પ્લોટ અમારો છે તમે કેમ મકાન બનાવો છો તેમ કહેતા ફરી આ પ્લોટ અમારો છે થાય તે કરી લેજો જો હવે અંહિયા પાછા આવશો તો તમારી સામે એટ્રોસિટીની ફરિયાદ કરીશું તેવી ધમકી આપી હતી આ લોકો સોસીયટીમાં પણ અવારનવાર ઝઘડા કરતાં હોય અને એટ્રોસિટીની ખોટી ફરિયાદો કરવાની ટેવ ધરાવતા હોવાથી અમે ઘરે જતાં રહ્યા હતા અને લેન્ડ ગ્રેબિંગની કલેકટરમાં અરજી કરતાં કલેકટરના હુકમ આધારે ફરિયાદ નોંધાવતા એસીપી રાધિકા ભારાઈને તપાસ સોંપવામાં આવી છે.