પરિવારનાં મહિલાઓની પુજા કરવામાં આવી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકાનાં ડે.મેયર ગીરીશભાઇ કોટેચાનાં ઘરે અનોખી રીતે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. ડે.મેયર ગીરીશભાઇ કોટેચાનાં આંગણે પરિવારની મહિલાની પુજા કરવામાં આવે છે. દરેક પુરૂષ મહિલાની પુજા કરી છે. પતિ પત્નીની પુજા કરે છે.ડે.મેયર ગીરીશભાઇ કોટેચાએ કહ્યું હતું કે,ઘરની સાચી લક્ષ્મી તો ઘરની મહિલાઓ છે.
- Advertisement -
તેની પુજા કરવાથી સુખ,શાંતિ અને સમૃધ્ધી આવે છે. ઘરમાં મહિલાઓ ખુશ હોય તો કોઇ પણ વાસ્તુશાસ્ત્રની જરૂર રહેતી નથી. અમારા પરિવારમાં વર્ષોથી મહિલાનો પુજા કરવામાં આવે છે.આ પ્રસંગે ગીરીશભાઇ કોટેચા,પાર્થભાઇ કોટેચા વિપુલભાઇ કોટેચા સહિતનાં ઘરનાં પુરૂષોએ પરિવારની મહિલાઓનું પૂજન કર્યું હતું.