આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૧ અન્વયે જામનગર મહાનગરનું મતદાન તા.૨૧/૦૨/૨૦૨૧ના રોજ તેમજ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું મતદાન તા.૨૮/૦૨/૨૦૨૧ના રોજ યોજાનાર છે. જે અન્વયે જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારને વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તેવા આશયથી તા.૧૯-૦૨-૨૦૨૧ના રોજ લાખોટા તળાવ ગેટ નં.૧, જામનગર ખાતે દિવ્યાંગ મતદાતાઓનો શપથ કાર્યક્રમ યોજાયો હતો.
સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ દિવ્યાંગો માટે કરવામાં આવનાર વ્યવસ્થાને ધ્યાને રાખીને મતદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમ મતદાન જાગૃતિ અભિયાનના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડોડીયા નોડલ અધિકારી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી નીતાબેન વાળાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ જેમાં, જિલ્લા રમત-ગમત કચેરી અને પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી ભગીરથસિંહ જાડેજા, આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ જામનગરના પ્રમુખ શ્રી સતારભાઈ દરજાદા, વિજયભાઈ વોરા, રાજેશભાઈ પાલેજા તેમજ દિવ્યાંગ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ મતદાન જાગૃતિ કાર્યક્રમ સરકારશ્રીની કોરોના ગાઇડલાઇન્સને ધ્યાને રાખીને સોશિયલ ડિસ્ટન્સીંગ તથા માસ્કના ઉપયોગ સાથે યોજવામાં આવેલ હતો.
- Advertisement -
અહેવાલ:-સાગર સંઘાણી, જામનગર.


