ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ મુંબઈના અગ્રણી ઉદ્યોગપતિ અને કેળવણી કાર અરૂણભાઇ મુછાળા દ્વારા ગરવા ગિરનારના અશ્વસ્થામાં પહાડની તળેટીમાં આવેલ પાદરીયા બિલખા રોડ ઉપર મહાકાલેશ્વર અને મહાકાળી આશ્રમમાં મહાશિવરાત્રી નિમિત્તે ભવ્યાથી ભવ્ય લઘુરુદ્ર દ્વારા શિવ પૂજન કરવામાં આવ્યું હતું.
શિવરાત્રીની રાત્રે સવારથી શ્રી મહાકાળી આશ્રમ ખાતે ભક્તોને ભાવપૂર્વક બપોરે અને રાત્રિના બંને ટાઇમ ફળાહાર કરાવવામાં આવેલ હતું અને સાંજે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી મહાકાલેશ્વર આશ્રમમાં આવેલ મહાકાલેશ્વર મહાદેવનું શિખર યંત્રથી મંદીર બનાવવામાં આવ્યું છે જેમાં લઘુરુદ્ર શિવ મહાપૂજા ચાર કલાક વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા કરાઈ હતી જેમાં 11 કિલો ગાયનું ઘી, 11 કિલો ગાયનું દૂધ દહીં, 11 કિલો શેરડીનો રસ 11 કિલો નાળિયેરનું પાણી, 11 કિલો ખડી સાકર, 11 કિલો ગંગાજળ અને 11 કિલો મગ, 11 કિલો ગુલાબ જળ, 11 કિલો ગર્ભજળ સહિતના દ્રવ્યોથી મહાદેવને અભિષેક કરાયો હતો અને મહાકાળી માતાજી અને મહાકાલેશ્વર દાદાનો સોડસોપયાર પૂજા વિધિ મહા આરતી સાથે સંપન્ન થઈ હતી આ શિવ મહાપૂજામાં અરૂણભાઇ મુછાળા તેમના ધર્મપત્ની રીટાબેન મુછાળા અને પરિવાર પણ પૂજામાં સહભાગી થયા હતા મહાપુજા બાદ આશ્રમ ખાતે સ્થાનિક લોકો દ્વારા સંતવાણીના કાર્યક્રમમાં આરાધના શિવભક્તિનો પણ રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો.