10 હજાર ફૂટ પર સ્થિત વિશ્વની સૌથી લાંબી રોડ ટનલ દેશમાં બનીને તૈયાર થઇ ગઇ છે. તેને બનાવવામાં 10 વર્ષ લાગી ગયા છે. પરંતુ હવે આનાથી લદ્દાખ વર્ષભર સંપૂર્ણ રીતે જોડાયેલું રહેશે. આ સાથે જ તેના કારણે મનાલીથી લેહની વચ્ચે અંદાજે 46 કિમીનું અંતર ઓછું થઇ ગયું છે. આનું નામ છે ‘અટલ રોહતાંગ ટનલ.’ જેને પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવેલ છે.

  • અટલ રોહતાંગ ટનલની ખાસિયત
  • ટનલ બનાવવામાં 10 વર્ષ લાગ્યા છે.
  • 10 હજાર 171 ફૂટ પર સ્થિત વિશ્વની સૌથી લાંબી રોડ ટનલ છે.
  • મનાલીથી લેહની વચ્ચે અંદાજે 46 કિમીનું અંતર ઓછું થઇ ગયું.
  • મનાલીથી લેહ માત્ર 10 મિનિટમાં જઇ શકાશે.
  • અટલ રોહતાંગ ટનલને રોહતાંગ નજીકથી જોડીને બનાવવામાં આવી છે.
  • ટનલ અંદાજે 8.8 કિમી લાંબી અને 10 મીટર પહોળી છે.
  • સપ્ટેમ્બરમાં PM મોદી આ રોડ ટનલનું ઉદ્ઘાટન કરશે.
  • હિમાચલ પ્રદેશના લાહોલ-સ્પિતિમાં પણ યાતાયાતને સરળ કરી દેશે.
  • ટનલનો સૌથી વધારે ફાયદો લદ્દાખમાં તૈનાત ભારતીય સેનાને મળશે.
  • શિયાળાની ઋતુમાં પણ હથિયાર અને સામગ્રીની આપૂર્તિ સરળતાથી થઇ શકશે.