પોલીસે રૂ. 2,10,900નો મુદ્દામાલ કર્યો રિકવર
ખાસ-ખબર ન્યૂઝ ઈં પોરબંદર, તા.12
- Advertisement -
પોરબંદરની એચ.એમ.પી.કોલોનીમાં દોઢ વર્ષ પહેલા મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ થઈ હતી એલ.સી.બીએ આ ગુન્હાનો ભેદ ઉકેલીને ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે અને ચોરાયેલ ચેન પણ કબ્જે કર્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર દોઢેક વર્ષ પહેલા એક મહિલા પોરબંદરના એ.સી.સી.ગ્રાઉન્ડમાં આવેલ ભીમેશ્વર મહાદેવના મંદિરેથી દર્શન કરી ઘરે પરત જતા હતા તે વખતે મંદિર નજીક ગ્રાઉન્ડમાં એક હેલ્મેટ પહેરેલ મોટરસાયકલ ચાલક તથા પાછળ બેસેલ બુકાનીધારી બન્ને અજાણ્યા માણસો મહિલાને ગળામાં પહેરેલ સોનાના ચેઈનની ચીલઝડપ કરી નાશી છૂટ્યા હતા.
જે અંગે ક્રમલાબાગ 37 સી.એ.(3), 114 મુજબનો ગુનો દાખલ થયેલ હતો.જે ગુન્હો હાલ અનડીટેક્ટ છે. જેથી નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલની ટીમ તથા હ્યુમન સોર્સની મદદથી ચોકકસ માહિતી મળેલ કે, આ ગુન્હો આચરનાર માણસો હાલ એ.સી.સી. ગ્રાઉન્ડ ભીમેશ્વર મહાદેવના મંદીર પાસે ગ્રાઉન્ડમાં ઘંટીવાળી ગલીમાં રહેતા મીત ઉર્ફે મેકસ લાખાભાઇ સોલંકી (ઉ.વ.19) એક મોટર સાયકલ સાથે ઉભેલ હોય જેઓની યુક્તિપ્રયુક્તિથી આગવી ઢબે પુછપરછ કરતા નયને પ્રકાશભાઇ કારાવદરાએ ફરીયાદી મહિલા ઉપર વોચ રાખી અને ધ્રુવ ઉર્ફે ડીલકરા સુરેશભાઇ સરવૈયા તથા મીત ઉર્ફે મેકસ લાખાભાઈ સોલંકીને મહિલાનું લોકેશન આપતા ધ્રુવ તથા મીતે મોટર સાયકલમાં મહિલા પાસે જઈ મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરી નાસી ગયેલની કબુલાત આપેલ હોય જેથી ગુન્હામાં ઉપયોગ કરેલ કાળા કલરનું પોલીસ પટ્ટાવાળુ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂ.20,000 તથા મહિલાના ગળામાંથી ચીલઝડપ કરેલ સોનાનો ચેઇન કિ.રૂ.1,90,900 મળી કુલ કિ.રૂ.2,10,900/- નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય ઇસમોને મુદ્દામાલ સાથે કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપી આપી દોઢ વર્ષથી અનડીટેક્ટ રહેલ ગુન્હો ડીટેકટ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.