કિંમત રૂા. 9,60,000નો દારૂનો જથ્થો ઝડપાયો
ખાસ-ખબર સંવાદદાતા
તહેવારોની મજા માણવા દારૂની રેલમછેલ કરવા ઉતારવામાં આવેલ દારૂનો મોટો જથ્થો આજરોજ કુવાડવા પોલીસે ઝડપી પાડ્યો છે. રાજકોટ શહેર ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશનર પ્રવિણકુમાર મીણા (ઝોન-1) તથા નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા (ઝોન-2) તથા મદદનીશ પોલીસ કમિશનર એસ. આર. ટંડેલ (ઉત્તર વિભાગ)ના માર્ગદર્શન મુજબ હોળી ધુળેટી તહેવાર અનુસંધાને ઈંગ્લીશ દારૂ મોટાપાયે હેરફેર થતી હોય જે અંગે પેટ્રોલીંગ કરી આવા ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
- Advertisement -
જે અંગે પોલીસ ઈન્સ્પેકટર બી. એમ. ઝણકાટ તથા ડી સ્ટાફના પો.સ.ઈ. એન. આર. વાણીયા સહિતના ડી સ્ટાફ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન પો.હે.કો. અરવિંદ મકવાણા તથા પોલીસ કોન્સ. વિરદેવસિંહ જાડેજાની ચોક્કસ હકીકત આધારે રતનપર ગામ ચંદ્રમોલેશ્ર્વર મંદીર પાછળ આવેલ વલ્લભાચાર્ય નગર-3માં આવેલ વંડાના કબ્જા ભોગવટાવાળા કુલદીપસિંહ જગુભા જાડેજા રે. મવડી રાજકોટવાળાના કબ્જાના વંડામાં રેડ કરતાં નીચે મુજબનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા કબ્જે કરવામાં આવેલ છે.કબ્જે કરેલ મુદ્દામાલમાં ઓલ સીઝન રીઝર્વ વ્હિસ્કીની પેટીઓ નંગ 40 જે તમામ પેટીમાં 12-12 બોટલો કાચની સીલબંધ જે કુલ બોટલો નંગ 480 હોય જેની કિંમત રૂા. 2,40,000, મેકડોવેલ્સ નં. 1 વ્હીસ્કી કંપનીની પેટીઓ નંગ 106 હોય બોટલો નંગ 1272ની હોય જેની કિં. રૂા. 6,36,000, રોયલ ચેલેન્જ ક્લાસીક વ્હીસ્કી કંપનીની પેટીઓ નંગ 14 જેમાં બોટલો નંગ 168ની હોય કુલ કિં. રૂા. 84000 ગણી કબ્જે કરેલ હતી. આમ કુલ બોટલ નંગ 1930 કુલ કિંમત રૂા. 9,60,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.


